Skip to content
Opens in a new window
Listen to this chapter • 0:54

[1] યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.

[2] તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.

[3] રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.

[4] ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.

[5] તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.

[6] શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. યહોવાહની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર — Chapters