Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:13

[1] હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.

[2] તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.

[3] જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે, ત્યારે તમે મારા માર્ગો જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.

[4] હું મારી જમણી બાજુએ જોઉં છું, તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. મારું નાસવું નિષ્ફળ ગયું છે; મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી.

[5] હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું, “તમે જ મારો આશ્રય છો, મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો.

[6] મારો પોકાર સાંભળો, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે.

[7] મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો.

ગીતશાસ્ત્ર — Chapters