Skip to content
Opens in a new window
Listen to this chapter • 0:53

[1] હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”

[2] જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,

[3] તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.

[4] પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.

[5] તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”

[6] યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.

[7] જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.

[8] આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.

ગીતશાસ્ત્ર — Chapters