Skip to content
Opens in a new window
Listen to this chapter • 0:45

[1] હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.

[2] આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.

[3] જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ.

[4] આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.

[5] કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.

ગીતશાસ્ત્ર — Chapters