Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:30

[1] યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.

[2] તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.

[3] ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. સેલાહ

[4] સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.

[5] જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે. સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.

[6] હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.

[7] તમે, હા, તમે ભયાવહ છો; જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?

[8] તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ.

[9] હે ઈશ્વર, તમે ન્યાય કરવા માટે અને પૃથ્વીના સર્વ ગરીબોને બચાવવાને માટે ઊભા થયા છે. સેલાહ

[10] નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે. બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો.

[11] તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો. તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.

[12] તે રાજકુમારોનું અભિમાન ઉતારશે; પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.

ગીતશાસ્ત્ર — Chapters