Skip to content
Opens in a new window
Listen to this chapter • 0:57

[1] ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”

[2] “મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.

[3] મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.

[4] યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.”

[5] સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.

[6] તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,

[7] જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.

[8] તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”

ગીતશાસ્ત્ર — Chapters