Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:05

[1] યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”

[2] યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો; તારા શત્રુઓ પર રાજ કર.

[3] તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.

[4] યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: તમે મલ્ખીસદેકના ધોરણે, સદાને માટે યાજક છો.”

[5] પ્રભુ તમારે જમણે હાથે છે. તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.

[6] તે દેશોનો ન્યાય કરશે; તે ખીણોને મૃતદેહોથી ભરશે; તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.

[7] તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.

ગીતશાસ્ત્ર — Chapters