Skip to content
Opens in a new window
Listen to this chapter • 0:52

[1] જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું, એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું,

[2] ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું.

[3] સમુદ્ર તે જોઈને નાસી ગયો; યર્દન પાછી હઠી.

[4] પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા ડુંગરો હલવાનની જેમ કૂદ્યા.

[5] અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો? યર્દન નદી, તું કેમ પાછી હઠી?

[6] અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?

[7] હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ.

[8] તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.

ગીતશાસ્ત્ર — Chapters