Skip to content
Opens in a new window

[1] યહોવા સમક્ષ નવું ગીત ગાઓ! સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.

[2] તેમના નામને ધન્યવાદ આપો; દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.

[3] પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.

[4] કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે; અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ; સર્વ “દેવોની” ઉપર છે.

[5] લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે; પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.

[6] ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે. સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.

[7] હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી; તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.

[8] યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો, તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.

[9] પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો; અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.

[10] પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે, તેથી તેનો વિનાશ થશે નહિ. બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.

[11] આકાશો આનંદ પામો! હે પૃથ્વી, સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.

[12] ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ. હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.

[13] પૃથ્વીનો ન્યાય કરવાને, યહોવા આવે છે; તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે; અને જગતનો યથાર્થપણે.

ગીતશાસ્ત્ર — Chapters