[1] તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.
[2] યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.
[3] હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.
[4] જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ; મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.
[5] વળી સિયોન વિષે કહેવાશે કે: “આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.” દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.
[6] યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે, જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.
[7] વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે, “મારું સર્વસ્વ તારામાં છે.”
ગીતશાસ્ત્ર — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150