[1] યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[2] સર્વ દેવોના દેવની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[3] પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો! તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[4] દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે! તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[5] જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો. કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[6] જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[7] આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[8] દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[9] રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[10] મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[11] વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[12] પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[13] તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[14] સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[15] ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[16] રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[17] જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[18] જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[19] અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[20] બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.
[21] જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[22] જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[23] જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[24] અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[25] દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
[26] આકાશોના દેવની આભારસ્તુતિ કરો. કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.