[1] દેવની સભામાં ઇશ્વર ન્યાયાધીશ તરીકે ઊભા રહે છે.
[2] દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો? ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”
[3] “તમે અબળ અને અનાથને ન્યાય કરો, દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.
[4] અબળ અને દરિદ્રી ને છોડી મૂકો તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો.
[5] “તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ચાલે છે. જ્યારે દુનિયા તેમની આજુબાજુ નીચે ઉતરી રહી છે.”
[6] મેં કહ્યું કે “તમે દેવો છો, અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.
[7] તો પણ માણસની જેમ મૃત્યુ પામશો અને અન્ય સરદારની મ પડશો.”
[8] હે દેવ, ઊઠો! પૃથ્વીનો ન્યાય કરો; કારણ, સર્વ પ્રજાઓ તમારા હાથમાં છે.
ગીતશાસ્ત્ર — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150