Skip to content
Opens in a new window

[1] યહોવાની સ્તુતિ કરો! હે યહોવાના સેવકો, સ્તુતિ કરો, યહોવાના નામની સ્તુતિ કરો.

[2] યહોવાનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.

[3] સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો.

[4] યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે; અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.

[5] આપણા દેવ યહોવા જેવો છે કોણ? જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.

[6] આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે. પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.

[7] રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે; અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.

[8] અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે; રાજકુમારોની મધ્યે.

[9] તે નિ:સંતાન સ્રી ને સંતાન આપે છે; અને સુખી થશે માતા! યહોવાની સ્તુતિ થાઓ.

ગીતશાસ્ત્ર — Chapters