Skip to content
Opens in a new window

[1] મારા લોકો, મારો નિયમ સાંભળો; મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.

[2] હું ષ્ટાંતો દ્વારા તમારી સાથે વાત કરીશ, અને હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ.

[3] જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે; જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.

[4] યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો, તેમનું પરાક્રમ અને આશ્ચર્યકમોર્ આપણા સંતાનોથી આપણે સંતાડીશું નહિ; આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.

[5] કારણકે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને તેણે ઇસ્રાએલને નિયમ આપ્યો, તેમણે આપણા પૂર્વજોને આદેશ આપ્યો કે તેમણે તેમના બાળકોને આ બાબતમાં કહેવું.

[6] જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, અને તેઓ મોટાઁ થઇને પોતાનાં સંતાનોને તે જણાવે.

[7] જેથી તેઓ સહુ દેવનો આશા રાખે, અને દેવનાં અદભૂત કાર્યોને વિસરી જાય નહિ, અને તેમની આજ્ઞાઓને પાળે.

[8] વળી તેઓ પોતાના પિતૃઓ જેવા હઠીલા, બંડખોર, અવિશ્વાસુ અને દેવને પોતાનું અંત:કરણ સોંપવાનો નકાર કરનાર ન થાય.

[9] એફ્રાઇમના લોકો શસ્રસજ્જ હતાં છતાં તેઓએ યુદ્ધ દિને પીછેહઠ કરી.

[10] કારણ, તેમણે દેવનો કરાર પાળ્યો નહિ; અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.

[11] તેમણે કરેલા અદૃભૂત ચમત્કારો તેઓએ નિહાળ્યા હતાઁ, છતાં તેમનાં કૃત્યો વિસરી ગયા.

[12] તેઓના પિતૃઓએ મિસર દેશમાં, સોઆનનાં મેદાનમાં; દેવે કરેલા ચમત્કારો જોયા હતાં.

[13] તેમણે તેઓની સમક્ષ સમુદ્રનાં બે ભાગ કર્યા હતાં, તેઓને તેમાં થઇને સામે પાર મોકલ્યા હતાં. તેઓની બંને બાજુએ પાણી દિવાલની જેમ સ્થિર થઇ ગયું હતું,

[14] વળી તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત, અગ્નિનાં પ્રકાશથી દોરતો.

[15] તેમણે રણમાં ખડકને તોડીને, ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.

[16] પછી તેમણે ખડકમાંથી પાણી કાઢયું, અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.

[17] તેમ છતાં તેઓએ દેવ વિરુદ્ધ પાપ કરવાનું ચાલું જ રાખ્યું, અને અરણ્યમાં પરાત્પર દેવ વિરુદ્ધ બંડ કરતાં રહ્યા.

[18] તેઓએ હઠીલાઇ કરીને દેવની કસોટી કરી, દેવ તેઓને આપતાહતા તે કરતાં જુદા જ ખોરાકની માગણી કરી.

[19] તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા અને કહ્યું, “શું રણમાં તે ભોજન મોકલી શકે?

[20] તેમણે ખડકને લાકડી મારી ને, પાણીના ઝરણાં વહેવડાવ્યાં તે સાચું છે; શું તે આપણને રોટલી આપી શકે છે? અને તેમનાં લોકોને માંસ આપી શકે?”

[21] તેઓએ જે કહ્યું તે સાંભળ્યા પછી, યહોવા કોપાયમાન થયા, તેઓ ઇસ્રાએલ પર ભારે કોપાયમાન થયા અને યાકૂબ પર બહુ જ ગુસ્સે થયા.

[22] કારણ, તેઓએ દેવમાં તેમનો વિશ્વાસ મૂક્યો નહિ, અને તેમના તારણ પર વિશ્વાસ કર્યો નહિ.

[23] છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી, અને આકાશનાં દ્વાર ખોલી નાખ્યાં.

[24] તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી; અને તેમણે સ્વર્ગમાંથી ભોજન આપ્યું.

[25] તેઓએ દેવદૂતોનો ખોરાક ખાધો! અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી યહોવાએ ભોજન આપ્યું.

[26] દેવે તેમનાં મહાન સાર્મથ્યથી દક્ષિણ અને પૂર્વનો પવન ફૂંકાવ્યો.

[27] તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પક્ષીઓ તેમનાં પર વરસાવ્યાઁ.

[28] તેમણે તેઓની છાવણી મધ્યે અને તેઓનાં તંબુઓની ચોપાસ પક્ષીઓ પાડ્યાં.

[29] લોકો ધરાઇ રહ્યાં ત્યાં સુધી ખાધું, યહોવાએ તેઓને, માગણી પ્રમાણે આપ્યું.

[30] પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યાં નહિ, અને માંસ હજી પણ તેમના મોંઢાં માઁ હતું.

[31] પછી તેમની સામે યહોવાનો કોપ પ્રગટયો, અને તેમણે ઇસ્રાએલમાં જેઓ સૌથી વધુ શકિતશાળી હતા તેમને મારી નાખ્યાં, તેમણે શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.

[32] આમ છતાં લોકો પાપ કરતાં રહ્યાં, અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.

[33] દેવે તેઓના વ્યર્થ જીવનનો અંત આપત્તિઓ સાથે કર્યો.

[34] જ્યારે જ્યારે તેમણે તેમાંના કેટલાંકને મારી નાખ્યા, ત્યારે બીજાઓ તેમના તરફ વળ્યા, અને તેમની મદદ માંગી.

[35] ત્યારે તેઓએ યાદ કર્યુ કે, દેવ તેઓના ખડક છે, અને પરાત્પર દેવ તેઓના તારક છે.

[36] પરંતુ તેઓએ પોતાના મુખે તેની પ્રસંશા કરી, અને પોતાની જીભે તેની સમક્ષ જૂઠું બોલ્યા.

[37] તેઓનાં હૃદય યહોવા પ્રત્યે વિશ્વાસુ નહોતા; તેઓ કરારને વફાદાર નહોતા.

[38] તેમ છતા તેમણેં દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી, નાશ ન કર્યો; તેમણે ઘણીવાર ક્રોધ સમાવી દીધો; અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.

[39] યહોવાએ સંભાર્યુ કે તેઓ કેવળ ક્ષુદ્ર છે; અને એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.

[40] તેઓએ વષોર્ દરમ્યાન કેટલીવાર રણમાં યહોવા વિરુદ્ધ બંડ કર્યું; અને રાનમાં દુ:ખી તેમને કર્યા.

[41] વારંવાર તેઓએ દેવની કસોટી કરી અને તેઓએ ઇસ્રાએલના પવિત્ર યહોવાને દુ:ખી કર્યા.

[42] તેઓ દેવનાં મહાન સાર્મથ્યને ભૂલી ગયા, તથા તેમણે શત્રુઓથી તેઓને બચાવ્યાં હતાં, તે ભૂલી ગયાં.

[43] યહોવાએ મિસરમાં ચમત્કારિક ચિન્હો અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકમોર્ કર્યા હતાં તે પણ ભૂલી ગયા.

[44] તેણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ પી ન શકે.

[45] તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, અને જે તેઓને કરડ્યા, અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.

[46] તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી હતી, ને તેઓનો બધો જ પાક તીડો ખાઇ ગયા હતા.

[47] તેમણે તેઓની દ્રાક્ષવાડીઓ, કરાથી તથા હિમથી તેઓના ગુલ્લરઝાડોનો નાશ કર્યો હતો.

[48] તેઓના ઢોરઢાંખર પર આકાશમાંથી મોટાં કરાનો માર પડ્યો, અને ઘેટાનાં ટોળાઁ પર વીજળીઓ પડી.

[49] દેવે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમનો રોષ, ગુસ્સો અને તિરસ્કાર; તેઓની વિરુદ્ધ નાશ કરનારા દૂતોની માફક મોકલ્યા.

[50] તેમણે પોતાના કોપ માટે રસ્તો ખૂલ્લો કર્યો; અને મિસરવાસીઓના જીવન બચાવ્યાં નહિ, પણ તેઓને વિપત્તિ તથા માંદગીને સોંપી દીધા.

[51] પછી તેણે સર્વ પ્રથમ, મિસરમાં સર્વ પ્રથમ જનિતને મારી નાખ્યાઁ; હામના પ્રથમ જનિત નર બાળકોને તંબુઓમાં માર્યા.

[52] પરંતુ તે પોતાના લોકોને ઘેટાઁનાં ટોળાઁની જેમ બહાર લાવ્યાં; અને રણમાં થઇને તેઓને સુરક્ષિત ચલાવ્યા.

[53] તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યા કે તેઓ બીધા નહિ, પરંતુ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.

[54] તેણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં, ડુંગરોવાળા દેશ તરફ જે તેઓએ તેમની શકિતથી લીધો હતો તેમા ચાલતાં કર્યા.

[55] અને તેમણે અન્ય રાષ્ટોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા. ઇસ્રાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.

[56] છતાં ત્યારે પણ, તેઓએ પરાત્પર દેવની કસોટી કરવાનું અને તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓનું અનુસરણ કરવાનો ઇન્કાર કર્યો.

[57] તેઓ દેવ પાસેથી દૂર થયા. તેઓ તેમનાં પૂર્વજોની જેમ દેવને અવિનયી થયાં. ફેંકનાર તરફ પાછા ફરતાં, વાંકા શસ્રની જેમ તેઓ પૂર્વજોની જેમ દિશા બદલતા હતા.

[58] તેઓએ ઉચ્ચાસ્થાનો બનાવીને અને જૂઠાં દેવોની મૂર્તિથી દેવને ગુસ્સે કર્યા.

[59] જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો, અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.

[60] પછી માણસો મધ્યે તે નિવાસ કરતા; એ શીલોહના મંડપનો તેમણે ત્યાગ કર્યો.

[61] દેવે બીજા લોકોને પોતાના લોકોને પકડવાં દીધા. દુશ્મનોએ દેવનું “ગૌરવ રત્ન” લઇ લીધું.

[62] તેમણે પોતાના લોકોનો સંહાર થવા દીધો, કારણકે, તેમનો ક્રોધ અતિ વધારે હતો.

[63] તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યાં; અને તેઓની કન્યાઓ તેઓનાં લગ્નગીતો ગવાય તે પહેલાં જ મૃત્યુ પામી.

[64] યાજકોનો વધ થયો અને તેઓની વિધવાઓ તેઓ માટે રૂદન કરે તે પહેલાં તેઓ પણ મૃત્યુ પામી.

[65] ત્યારે ઊંઘમાંથી કોઇ જાગે, તેમ, તથા દ્રાક્ષારસમાંથી શૂરવીર પુરૂષને શૂરાતન આવે તેમ યહોવા ઊઠયા.

[66] તે તેમના શત્રુઓ તરફ ઢળ્યા, તેમણે તેઓને પાછા વાળ્યા અને તેઓને કાયમ માટે હિણપદ કર્યા.

[67] દેવે યૂસફના પરિવારનો અસ્વીકાર કર્યો, અને એફાઇમના પરિવારનો પણ સ્વીકાર કર્યો નહિ.

[68] પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.

[69] ત્યાં તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.

[70] તેમણે ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને પોતાના સેવક તરીકે પસંદ કર્યો.

[71] જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો, યાકૂબનાં સંતાન અને ઇસ્રાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુકત કર્યો.

[72] દાઉદે તેમને શુદ્ધ હૃદયથી અને કૌશલ્ય સભર શાણપણથી દોર્યા.

ગીતશાસ્ત્ર — Chapters