[1] દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી, પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી, દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી, તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
[2] યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે, રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે; અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
[3] તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે, એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે; તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી. તેઓ જે કાઇ કામ કરે છે, તેમાં સફળ થાય છે.
[4] પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે. તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
[5] તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ; ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
[6] યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે; પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.
ગીતશાસ્ત્ર — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150