Skip to content
Opens in a new window

[1] આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો, આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.

[2] કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.

[3] તે બીજા રાષ્ટોને આપણા તાબામાં અને આપણા શાસન નીચે મૂકે છે.

[4] તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે, અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.

[5] હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે, યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.

[6] દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ; પ્રશંસા કરતાં ગીતો ગાઓ.

[7] દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે. તેમની પ્રશંસાના ગીતો ગાઓ.

[8] તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે, અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.

[9] ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટોના નેતાઓ ભેગા થયા છે. બધાં રાષ્ટોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે, દેવ સવોર્ચ્ચ છે.

ગીતશાસ્ત્ર — Chapters