[1] હે દેવ, મારી પ્રાર્થના સાંભળો અને મારી અરજી પર ધ્યાન આપો.
[2] જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું આપને પ્રાર્થના કરીશ! હું પોતે સુરક્ષાનો મજબૂત ખડક ચઢી શકતો નથી, તેથી તે પર તમે મને લઇ જજો.
[3] તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે મને મારા શત્રુઓથી બચાવે છે!
[4] હું સદાકાળ તમારા મંડપમાં રહીશ, અને તારી પાંખોના આશ્રયે રહીશ.
[5] હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે. જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો.
[6] રાજાના વષોર્માં વૃદ્ધિ કરો જેથી તે આવનાર પેઢીઓ સુધી જીવે.
[7] તે સદાકાળ દેવની સંમુખ રહેશે. તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો.
[8] હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઇશ અને દરરોજ મારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરીશ.
ગીતશાસ્ત્ર — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150