Skip to content
Opens in a new window

[1] હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો; તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.

[2] યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો. યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો પહેરીને આવો અને તેમની ઉપાસના કરો, આવો અને તેમનું ભજન કરો.

[3] યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે; ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.

[4] યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે, યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.

[5] યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે. લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.

[6] યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે. તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.

[7] યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.

[8] યહોવાના સાદના પડઘા રણને, અને કાદેશના રણને ધ્રુજાવે છે.

[9] યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે. “યહોવાનો મહિમા થાય.”

[10] યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા; અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.

[11] યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે, અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.

ગીતશાસ્ત્ર — Chapters