Skip to content
Opens in a new window

[1] હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો; અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.

[2] હે દેવ, મારી પ્રાર્થના સાંભળો; મારા મોઢાંની વાતો કાને ઘરો.

[3] વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે, મારો જીવ લેવા ઇચ્છે છે. “દેવ છે” એ હકીકતની તેમને દરકાર નથી.

[4] યહોવા દેવ, મને સહાય કરનાર છો, મારા જીવનનો એજ આધાર છે.

[5] યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે, હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.

[6] હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું; હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.

[7] દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે; મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે.

ગીતશાસ્ત્ર — Chapters