Skip to content
Opens in a new window

[1] યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે, ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે.

[2] તેમનો મંડપ યરૂશાલેમમાં છે, અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.

[3] ત્યાં તેણે ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ-તરવારને શસ્ર ભાંગી નાઁખ્યાં.

[4] દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.

[5] જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે, ને ચિર નિંદ્રાવશ થયા છે; અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી.

[6] હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.

[7] દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?

[8] તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.

[9] હે દેવ, તમે ન્યાય કરવા માટે તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.

[10] તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે; અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.

[11] જે પ્રતિજ્ઞાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે તે તમે પૂર્ણ કરો. ભયાવહ દેવ સમક્ષ તમે સૌ, તમારા દાન લાવો.

[12] પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે, કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.

ગીતશાસ્ત્ર — Chapters