Skip to content
Opens in a new window

[1] જો યહોવા ઘર ન બાંધે તો; બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે, અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો; ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!

[2] જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી, કારણકે તે તેમને ચાહનારા પ્રત્યેકને આરામ આપે છે.

[3] બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે. તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.

[4] યુવાવસ્થામાંના પુત્રો તો; બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.

[5] જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે. જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે ત્યારે તે પરાજ્જિત નહિ થાય. કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.

ગીતશાસ્ત્ર — Chapters