Skip to content
Opens in a new window

[1] હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી આજીજીનો જવાબ આપો અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.

[2] હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, કારણ કે તમારી આગળ કોઇ નિદોર્ષ મળશે નહિ.

[3] મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે; તેઓએ મને જમીન પર પછાડ્યો છે, અને અંધકારમાં પૂરી દીધો છે, જાણે હું મરી ગયો હોઉં તેમ.

[4] માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે; અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે.

[5] હું ભૂતકાળનાં વષોર્ સ્મરું છું; તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં; તેનું મનન કરું છું.

[6] હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું; સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.

[7] હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે હું નબળો થતો જાઉં છું; તમે મારાથી મોઢું ફેરવશો તો હું મૃત્યુ પામીશ.

[8] મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો; કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું. જે માગેર્ મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે, હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.

[9] મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.

[10] મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો; કારણકે તમે મારા દેવ છો; તમારો ઉત્તમ આત્મા મને સત્યને માગેર્ દોરી જાઓ.

[11] હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.

[12] મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણકે હું તમારો સેવક છું.

ગીતશાસ્ત્ર — Chapters