Skip to content
Opens in a new window

[1] હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.

[2] હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો! ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.

[3] તારાં સઘળાં પાપ તે માફ કરે છે; અને તારાં સર્વ રોગ મટાડે છે.

[4] અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.

[5] તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે; જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.

[6] જેઓ જુલમથી હેરાન થયેલા છે, તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.

[7] મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માગોર્ અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.

[8] યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે. તે દયા તથા પ્રેમથી ભરપૂર છે, પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.

[9] યહોવા હંમેશા ટીકા કરતાં નથી, અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.

[10] તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા. તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.

[11] કારણ તેના ભકતો પરની તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.

[12] પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી, એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.

[13] જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે; તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.

[14] કારણકે તે જાણે છે બંધારણ આપણું; માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.

[15] આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે, અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.

[16] પવન તેના પર થઇને વાય છે, અને તે ઊડી જાય છે; અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઇ જાય છે.

[17] પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે. અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.

[18] જેઓ તેમનો કરાર અનુસરે છે; અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે.

[19] દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્યું છે; અને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.

[20] તેમના હુકમનો અમલ કરનારાં અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો, તમે યહોવાને ધન્યવાદ આપો.

[21] હે યહોવાનાં સૈન્યો તમો બધા, જે તેમના સેવકો છો તે જે ઇચ્છે છે તે કરો છો, તેમની સ્તુતિ કરો!

[22] યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે; હે મારા આત્મા તેમની સ્તુતિ કર; દેવની સ્તુતિ કર!

ગીતશાસ્ત્ર — Chapters