Skip to content
Opens in a new window

[1] જ્યારે ઇસ્રાએલીઓ વષોર્ પૂવેર્ મિસરમાંથી નીકળ્યા, તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.

[2] પછી યહૂદિયા દેવનું નવું ઘર અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.

[3] તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો; યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.

[4] પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.

[5] અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો? યર્દન નદી, શું થયું તારા પાણીનું? શા માટે તમે પાછા હઠી ગયા?

[6] અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?

[7] હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ, તું થરથર કાંપ.

[8] તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું. તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.

ગીતશાસ્ત્ર — Chapters