Skip to content
Opens in a new window

[1] હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો; જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.

[2] તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે; ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.

[3] તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે; અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.

[4] હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો; જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે; એવા હિંસક માણસોથી તમે મને બચાવો.

[5] હે ગવિર્ષ્ઠ માણસોએ મને પકડવા છટકું ગોઠવ્યું છે; આચકો મારીને મને ઊંચે ખેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે; તેઓ મારા ઉપર જાળ નાખવા જાડીમાં છુપાયા છે.

[6] મેં યહોવાને કહ્યું, તમે મારા દેવ છો; હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.

[7] હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.

[8] હે યહોવા, આ દુષ્ટો જે ઇચ્છે છે તે તેમની પાસે ન હોય. તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ; નહિ તો તેઓ ઊંચા ઊઠશે.

[9] તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ; મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.

[10] ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો; અથવા તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે; અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.

[11] જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ, તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!

[12] મને જાણ છે કે, યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે, અને ગરીબોનો હક જાળવશે.

[13] યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.

ગીતશાસ્ત્ર — Chapters