Skip to content
Opens in a new window

[1] હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો, અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.

[2] તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે. તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.

[3] પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ, આબાદી ને સમૃદ્ધિ લાવશે.

[4] તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે; અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.

[5] તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.

[6] જેમ ખેતરો પર વરસાદ પડે છે, વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.

[7] તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે, અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.

[8] વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.

[9] તેની સમક્ષ રણવાસીઓ નમશે, અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.

[10] તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ, તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.

[11] સર્વ રાજાઓ તેને નમન કરશે, અને સર્વ રાષ્ટો તેની સેવા કરશે.

[12] કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે, પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.

[13] તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે, અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.

[14] તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે; તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.

[15] શેબાનું સોનું તેમને આપવામાં આવશે, રાજા ઘણું લાંબુ જીવો! તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે; ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.

[16] દેશમાં પર્વતોનાં શીખરો પર પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે, તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ, ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.

[17] તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે; અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે; તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે; તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.

[18] ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો; એકલા તેઓ જ આશ્ચર્યકારક કમોર્ કરે છે.

[19] તેમનાં મહિમાવંત નામની સર્વદા સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ! આમીન તથા આમીન!

[20] યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.

ગીતશાસ્ત્ર — Chapters