Skip to content
Opens in a new window

[1] હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.

[2] મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યાં છે. ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે.

[3] જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારો ભરોસો કરીશ.

[4] હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું. દેવ પર આધાર રાખું છું, તેથી મને જરાપણ બીક નથી. માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?

[5] મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે. અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.

[6] તેઓ એકઠા થાય છે ને સંતાઇ રહે છે, તેઓ મારાઁ પગલાં પકડે છે, જીવ લેવાની રાહ જુએ છે.

[7] યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો. તેમને વિદેશી રાષ્ટોનો કોપ સહન કરવા દો.

[8] તમે મારી બધી વેદના જોઇ છે. તમે મારા આંસુઓથી જ્ઞાત છો. તમે તેને તમારી શીશીમાં સંઘર્યો છે. અને તે બધાંયનો તમે હિસાબ રાખ્યો છે.

[9] હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે.

[10] હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ, હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.

[11] મને દેવ પર ભરોસો છે, હું જરાય ડરનાર નથી, પછી માણસ મને શું કરનાર છે?

[12] હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ, હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.

[13] કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે, તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે, જેથી હું જીવનનાં અજવાળામાં દેવની સામે જીવી શકું.

ગીતશાસ્ત્ર — Chapters