Skip to content
Opens in a new window

[1] અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? તું લગાતાર દેવને અપકીતિર્ કરનાર છે?

[2] તું દુષ્ટ યોજનાઓ બનાવે છે. તારી જીભ અણીદાર અસ્રા જેવી છે. તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.

[3] તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે, તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.

[4] તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.

[5] પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે; અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.

[6] નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે, અને દેવને માન આપશે તેઓ હસશે અને કહેશે કે,

[7] “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, અને દુષ્કમોર્ને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”

[8] પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું. હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.

[9] હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ. તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.

ગીતશાસ્ત્ર — Chapters