Skip to content
Opens in a new window

[1] યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.

[2] અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા.

[3] ફરી એક વખત યરૂશાલેમ એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.

[4] ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા; અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.

[5] જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.

[6] યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.

[7] ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ; અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.

[8] મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું. તારામાં શાંતિ થાઓ.

[9] યહોવા અમારા દેવના મંદિરને માટે હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.

ગીતશાસ્ત્ર — Chapters