Skip to content
Opens in a new window

[1] હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન; તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.

[2] પ્રજાઓ શા માટે એમ પૂછે છે: “તમારા દેવ ક્યાં છે?”

[3] કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.

[4] તેઓના દેવો સોના ચાંદીના જ છે; તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.

[5] તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી; તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.

[6] તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે, પણ, તેઓ સૂંઘી શકતા નથી.

[7] તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી; તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી. તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.

[8] જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.

[9] હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો. તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.

[10] હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો, તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.

[11] હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો, તે તમારા મદદગાર અને ઢાલ છે.

[12] યહોવાએ આપણને સંભાર્યા છે, તે આપણને આશીર્વાદ આપશે; ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને પણ તે આશીર્વાદ આપશે.

[13] હે યહોવાના ભકતો, નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.

[14] યહોવા ખચીત તમારા છોકરાંની તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.

[15] હા, આકાશ અને પૃથ્વીના સર્જક; યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.

[16] આકાશો તે યહોવાનાઁ પોતાના છે, પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.

[17] મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.

[18] પણ અમે આજથી સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું. યહોવાની સ્તુતિ થાઓ!

ગીતશાસ્ત્ર — Chapters