[1] હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો; ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.
[2] જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માગોર્ વિષે ભલે શીખે. ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
[3] હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
[4] પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે; કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો; અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
[5] હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે; હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
[6] પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે. હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
[7] દેવ આપણને આશીર્વાદ આપશે, પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.
ગીતશાસ્ત્ર — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150