Skip to content
Opens in a new window

[1] હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે; માટે તમારો આભાર માનીએ છીએ. લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.

[2] યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.

[3] પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે, અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.

[4] “મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’

[5] શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો ઘમંડ કરીને ડંફાસ ન મારો.”

[6] તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો. તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.

[7] પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે, અને બીજાને ઊંચો કરે છે.

[8] યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે; ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના દુષ્ટો પર રેડી દેવાય છે. અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.

[9] પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ. અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.

[10] યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ, પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”

ગીતશાસ્ત્ર — Chapters