[1] ઇસ્રાએલને કહેવા દો, “મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
[2] મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા પણ તેઓ મને હરાવી ન શક્યા!
[3] પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો, હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
[4] પરંતુ યહોવા તો ન્યાયી છે, દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
[5] સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ અને હારીને ભાગી જાય.
[6] તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ; જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
[7] જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
[8] તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાનો આશીર્વાદ તમારા પર હો! યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”
ગીતશાસ્ત્ર — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150