Skip to content
Opens in a new window

[1] યહોવાની સ્તુતિ કરો! યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે, તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!

[2] યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?

[3] ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે, અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.

[4] હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો; ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.

[5] જેથી તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ હું જોઉં; તમારી પ્રજાનાં આનંદમાં હું પણ આનંદ માણું; અને તમારા વારસોની સાથે હું હર્ષનાદ કરું.

[6] અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે; અન્યાય કર્યા છે, અમે દુષ્ટતા કરી છે.

[7] મિસરમાઁના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કાઇં શીખ્યાં નહિ, અને તેઓ તમારો પ્રેમ અને દયા જલ્દી ભૂલી ગયા, તેઓએ રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.

[8] તો પણ, પોતાના નામની માટે અને તેઓને પોતાના પરાક્રમ દેખાડવાં માટે તેણે તેમને તાર્યા.

[9] તે દેવે રાતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઇ ગયો, અને તેણે અમારા પિતૃઓને ઊંડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા.

[10] તેમણે તેઓને વૈરીઓના હાથમાંથી તાર્યા; અને દુશ્મનનાં હાથમાંથી તેઓને છોડાવ્યા.

[11] તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; તેઓમાંનો એકેય બચ્યો નહિ.

[12] ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો અને તેમની પ્રશંસામાં સ્તુતિ ગાઇ.

[13] તેઓ તેમનાં કૃત્યો જલદી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવા, ધીરજ રાખી નહિ.

[14] રણમાં તેઓ પોતાની ઇચ્છાઓને આધીન થયા, અને વેરાન ભૂમિમાં દેવની પરીક્ષા કરી!

[15] યહોવાએ તેમની માંગણીઓ પૂરી કરી; પણ પછી તેણે તેમના પર ભયંકર રોગ મોકલી આપ્યો.

[16] તેઓએ છાવણીમાં મૂસાની ઇર્ષા કરી, તથા યહોવાના પવિત્ર યાજક હારુનની ઇર્ષ્યા કરી.

[17] તેથી પૃથ્વીએ મોં ખોલ્યુ અને; દાથાન, અબીરામ અને તેમના સમૂહને ગળી ગઇ.

[18] આકાશમાંથી અગ્નિ તેમની છાવણીમાં આવ્યો, અને આ દુષ્ટ માણસોને તે ભરખી ગયો.

[19] તેઓએ સિનાઇ પર્વત પર હોરેબ આગળ વાછરડો બનાવ્યો; અને એ મૂર્તિની પૂજા કરી.

[20] તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત દેવને બદલી નાખ્યા, ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને!

[21] આ રીતે તેઓ, પોતાના ચમત્કારીક કાર્યો વડે મિસરમાં બચાવનાર દેવને ભૂલી ગયાં!

[22] તેઓ “આ લાલ સમુદ્ર પાસે કરેલા ભયંકર કામો અને પોતાના તારનાર દેવને ભૂલી ગયાં.”

[23] યહોવાએ તેમનો વિનાશ કરવો હતો પણ મૂસા, દેવનો પસંદ કરેલો, દેવના વિનાશી કોપને શાંત પાડવા તેમની સામે ઊભો રહ્યો. અને મૂસાએ તેમને રોક્યા, જેથી તેમણે લોકોનો વિનાશ ન કર્યો.

[24] તેમણે તે મનોહર દેશને તુચ્છ ગણ્યો; અને તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ.

[25] તેઓ પોતાના મંડપોમાં જઇને પોતાની અંદરો અંદર દેવની વિરુદ્ધ ફરિયાદ કરી, ને યહોવાની વાણીનો અનાદર કર્યો.

[26] તેથી યહોવાએ રેતીનાં રણમાં તેમને મારી નાખવા સમ લીધા.

[27] તેઓ તેમના વંશજોને દૂર ફેંકી દેશે, અને તેઓને પ્રજાઓમાં વિખેરી નાખશે.

[28] પછી પેઓરમાં આપણા પિતૃઓ, બઆલનાં ભજનમાં જોડાયા; એટલુંજ નહિ પણ તેમણે મૃતાત્માઓને અર્પણ કર્યા અને બલિદાનમાંથી તેમણે તે ખાધાં પણ ખરાં.

[29] યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા; તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો.

[30] ફીનહાસે પ્રાર્થના કરી ત્યાં સુધી; તે ચાલુ રહ્યો અને પછી પ્લેગ અટકી ગયો હતો.

[31] પેઢી દરપેઢી સર્વકાળપર્યંત ન્યાયીપણાને અથેર્ તેનું આ કામ તેના હકમાં યાદ કરાશે.

[32] મરીબાહમાં ઇસ્રાએલીઓએ દેવને ક્રોધિત કર્યા; મૂસાએ તેઓને કારણે કઈંક ખરાબ કર્યું.

[33] તેઓના વર્તનને કારણે મૂસા ગુસ્સે થયા હતાં; અને તે પોતાને મોઢે અવિચારી વાણી બોલ્યા.

[34] યહોવાએ કનાનીઓનો નાશ કરવાની આજ્ઞા કરી હતી; તેઓએ તેમનો નાશ કર્યો નહિ.

[35] પણ તેઓ પરદેશીઓ સાથે ભળી ગયા; અને તેઓના દુષ્ટ માગોર્ અપનાવ્યા.

[36] તેઓએ તેઓની મૂર્તિઓની પૂજા કરી; અને તે તેઓને ફાંદા રૂપ થઇ પડ્યું.

[37] વળી તેઓએ ભૂતોનેપોતાના નાનાં દીકરાઓ અને દીકરીઓના બલિદાનો આપ્યાં.

[38] તેઓએ તેઓના પુત્ર અને પુત્રીઓનું નિદોર્ષ લોહી વહેવડાવ્યું; અને કનાનની મૂર્તિઓ સમક્ષ બલિદાન કર્યુ, આમ દેશ લોહીથી ષ્ટ થયો.

[39] તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા; કારણ, દેવની ષ્ટિમાં તેમનો મૂર્તિઓ પ્રત્યેનો પ્રેમ વ્યભિચાર હતો.

[40] તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો; અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ.

[41] તેમણે તેઓને વિદેશીઓના હાથમા સોંપી દીધાં; અને તેમના શત્રુઓએ તેમના ઉપર રાજ કર્યુ.

[42] તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા; અને, તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.

[43] યહોવાએ વારંવાર મુકત કર્યા ગુલામીમાંથી; છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યુ; અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા.

[44] તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી, અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.

[45] યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને તેઓ પ્રતિ તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો.

[46] જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં, દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી.

[47] હે યહોવા અમારા દેવ, અમને તાર; પ્રજાઓ મધ્યેથી અમને ફરીથી એકત્ર કરો; જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને સ્તુતિ ગાઇને તમારો જયજયકાર કરીએ.

[48] હે ઇસ્રાએલના દેવ યહોવા, અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ; સર્વ લોકો આમીન કહો. અને તમે યહોવાની સ્તુતિ કરો!

ગીતશાસ્ત્ર — Chapters