Skip to content
Opens in a new window

[1] ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે; જો યહોવા અમારા પક્ષમાં ન હોત.

[2] હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.

[3] તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત; અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.

[4] ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત; અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.

[5] તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડૂબાડી દીધા હોત.

[6] યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા, અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.

[7] જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય; તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.

[8] આકાશ અને પૃથ્વીના સર્જનહાર; યહોવા જ અમારા મદદગાર છે.

ગીતશાસ્ત્ર — Chapters