Skip to content
Opens in a new window
Listen to this chapter • 0:43

[1] પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,

[2] “સત્તા અને ભય તેમની પાસે છે; તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.

[3] શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?

[4] ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે? અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?

[5] જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે; અને તારાઓ પણ નિર્મળ નથી.

[6] તો પછી મનુષ્ય જે કીડા જેવો છે, અને મનુષ્યપુત્ર જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!”

અયૂબ — Chapters