Skip to content
Opens in a new window

[1] દરેક ડાહી સ્ત્રી પોતાનું ઘર ઊભું કરે છે, પણ એક મૂર્ખ સ્ત્રી તેણીના પોતાને હાથે તેનો નાશ કરે છે.

[2] જે પોતાની વિશ્વસનીયતામાં ચાલે છે તે યહોવાનો ડર રાખે છે. પણ જેના માગોર્ વાંકા છે તે તેને ધિક્કારે છે.

[3] મૂર્ખના મોઢામાં અભિમાનનો દંડો છે, પણ જ્ઞાની વ્યકિતની વાણી રક્ષણ કરે છે.

[4] બળદ ન હોય તો ગભાંણ સાફ જ રહે છે. પરંતુ મબલખ પાક બળદના બળથી જ પાકે છે.

[5] સાચો સાક્ષી જૂઠું બોલે નહિ, પણ જૂઠો સાક્ષી શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે.

[6] હાંસી ઉડાવનાર જ્ઞાન શોધે છે પણ પામતો નથી, ડાહી વ્યકિત પાસે જ્ઞાન સહેલાઇથી આવે છે.

[7] મૂર્ખ માણસથી આઘા રહેવું, તેની પાસે તને જ્ઞાની શબ્દો સાંભળવા નહિ મળે,

[8] ડાહ્યા માણસનું ડહાપણ, વિચારીને કાળજી પૂર્વક પગ મૂકવામાં છે, પણ મૂર્ખની મૂર્ખાઇ તેને ગેરમાગેર્ દોરે છે.

[9] મૂર્ખ પ્રાયશ્ચિતને હસવામાં ઉડાવે છે, પણ ભલા માણસો દેવની કૃપા મેળવે છે.

[10] જ્યારે કોઇ વ્યકિતનું હૃદય વ્યથિત હોય છે ત્યારે ફકત તે વ્યકિતજ તેનું દુ:ખ અનુભવે છે. એ જ રીતે, જ્યારે કોઇ વ્યકિત સુખી હોય છે ત્યારે કોઇ અજાણ્યો તેના સુખમાં જોડાઇ શકતો નથી.

[11] દુર્જનનું ઘર બરબાદ થઇ જશે, પણ સજ્જન વ્યકિતના તંબૂ સમૃદ્ધ થશે.

[12] એક રસ્તો એવો છે જે વ્યકિતને લાગે છે કે તે સારો છે, પણ અંતે તો મોતનો રસ્તો નિવડે છે.

[13] એવું પણ બની શકે કે જ્યારે વ્યકિત હસતી હોય, ત્યારે તેનું હૃદય વ્યથિત હોય અને હર્ષનો અંત શોકમાં આવે છે.

[14] દુષ્ટ વ્યકિત તેના કુકમોર્ની સજા ભોગવે છે અને ભલી વ્યકિત પોતાનાં કમોર્નું ફળ માણે છે.

[15] જ્ઞાની માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ જોઇ જોઇને પગ મૂકે છે.

[16] જ્ઞાની માણસ ચેતતો રહે છે અને આફતને ટાળે છે, પણ મૂર્ખ હેતુ વિહીન છે અને વધુ પડતો વિશ્વાસ ધરાવે છે.

[17] જલ્દી ક્રોધ કરનાર મૂર્ખાઇ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.

[18] ભોળા લોકો મૂર્ખાઇનો વારસો પામે છે; પણ ડાહ્યા લોકોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.

[19] દુર્જનોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે, તેમને સદાચારીઓને બારણે નમવું પડે છે.

[20] ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા લોકો ચાહે છે.

[21] બીજાને હલકા ગણનાર પાપમાં પડે છે, પણ ગરીબ પર દયા કરનાર સુખ પામે છે.

[22] ભૂંડી યોજનાઓ ઘડનાર ભૂલા પડે છે, સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય મળે છે.

[23] જ્યાં મહેનત ત્યાં બરકત છે; પણ ખાલી વાતો જ થાય ત્યાં દળદર લાવનારી છે.

[24] જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે. મૂર્ખાઇ એ મૂખોર્ માટેનો બદલો છે.

[25] સાચો સાક્ષી જીવ બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણા શ્વસે છે.

[26] યહોવાનાં ભયમાં ઢ વિશ્વાસ સમાયેલો છે. તેનાં સંતાનને તે આશ્રય આપે છે.

[27] મોતના ફાંસલામાંથી છૂટી જવાને માટે યહોવાનો ભય જીવન સ્ત્રોત છે.

[28] ઘણી પ્રજા તે રાજાનું ગૌરવ છે; પણ પ્રજા વગર શાસક નાશ પામે છે.

[29] જેનામાં વધારે ધીરજ છે તે વધારે સમજુ છે, પણ ઝટ ગુસ્સે થનાર મૂર્ખાઇનું પ્રદર્શન કરે છે.

[30] હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઇર્ષ્યા હાડકાનો સડો છે.

[31] ગરીબને રંજાડનાર તેના સર્જનહારનું અપમાન કરે છે. પણ ગરીબ ઉપર રહેમ રાખનાર તેને સન્માને છે.

[32] જ્યારે મુશ્કેલીઓ આવે છે, દુરાચારીનું પતન થાય છે પરંતુ ન્યાયી વ્યકિત પોતાના મૃત્યુમાં પણ આશા રાખે છે.

[33] બુદ્ધિમાન હૃદયમાં જ્ઞાન વસે છે, તે મૂર્ખની વચ્ચે પણ જાણીતું છે.

[34] ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે, પણ પાપ તો પ્રજાનું કલંક છે.

[35] બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ નિર્લજ્જ સેવકો પર તેનો રોષ ઉતરે છે.

નીતિવચનો — Chapters