Skip to content
Opens in a new window

[1] “અયૂબ, શું તું મહાકાય સમુદ્રના પ્રાણીને માછલી પકડવાના આંકડાથી પકડી શકે છે? શું તું તેની જીભ દોરીથી બાંધી શકશે?

[2] શું તેના નાકમાં નથ નાખીને તું તેને નાથી શકે છે? તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?

[3] શું તેને છોડી દેવા માટે તે તને કાલાવાલા કરશે? શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?

[4] શું તે તારી સાથે એવો કરાર કરશે કે તે આજીવન તારો ગુલામ રહેવા સંમત થશે?

[5] શું તું તેની સાથે પાળેલા પક્ષીઓની જેમ રમી શકશે? શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી નોકરાણીઓ તેની સાથે રમી શકે?

[6] શું તારી પાસેથી લિબ્યાથ ખરીદવા માટે વેપારીઓ કોશીશ કરશે? તેઓ વેપારીઓની વચ્ચે તેને વહેંચી નાખશે?

[7] શું કાટાળું અસ્ત્રથી તેની ચામડીને છેદી શકાય? શું અણીદાર ભાલો તેના માથામાં ભોંકી શકાય?

[8] “તારો હાથ તેના માથા પર મૂકશે ત્યારે જે યુદ્ધ થશે તે તને લાંબા સમય સુધી યાદ રહેશે. તું ફરીથી એવું ક્યારેય કરશે નહિ.

[9] શું તને લાગે છે કે તું મહાકાય સમુદ્ર પ્રાણીને હરાવી શકશે? ભૂલી જા! એમાં કોઇ આશા નથી. તેને જોઇનેજ તું ગભરાઇ જઇશ.

[10] તેને છંછેડીને ગુસ્સે કરે એવો હિંમતવાળો કોઇ નથી. “તો મારી સામે કોણ ઊભો રહી શકે?

[11] તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે? આખા આકાશ તળે એવો કોઇ નથી.

[12] “હવે મારે, તેના પગ, મજબૂત સ્નાયુઓના સાર્મથ્ય તથા તેના શરીરના આકર્ષક આકાર વિષે બોલવું જ જોઇએ.

[13] તેની ચામડીને કોઇ ભોંકી શકે તેમ નથી. તેની ચામડી એક બખ્તર જેવી છે.

[14] તેનું મોઢું કોણ ઉધાડી શકે? કારણકે તેના દાંત લોકોને બીવડાવે છે.

[15] મહાકાય સમુદ્ર પ્રાણીની પીઠ પર ઢાલ સંપૂર્ણપણે બંધ છે.

[16] તે ઢાલો એક બીજાની એટલી નજીક છે કે તેમની વચ્ચે હવા પણ જઇ શકતી નથી.

[17] તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેઁલાં હોય છે કે તેમને કશાથી ઉખેડી શકાય નહિ.

[18] તે છીંકે છે ત્યારે તે વીજળી નાં ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે. તેની આંખો સવારના સૂરજની જેમ ચમકે છે.

[19] તેના મુખમાંથી અગ્નિની જવાળાઓ નીકળે છે અને અગ્નિની ચિનગારીઓ વછૂટે છે.

[20] ઊકળતા ઘડા નીચેના બળતાં ખડની જેમ મહાકાય સમુદ્ર પ્રાણીના નાકમાંથી ધુમાડા નીકળે છે.

[21] મહાકાય સમુદ્ર પ્રાણીના ઉચ્છવાસથી કોલસા પણ સળગી ઊઠે છે. તેના મુખમાંથી ભડકા નીકળે છે.

[22] તેની ગરદનમાં બળ છે, લોકો ગભરાઇ અને તેનાથી દૂર ભાગી જાય છે.

[23] તેની ચામડી પર કોઇ હળવા ચિહન નથી. તે લોઢા જેવું કઠણ છે.

[24] તેનું હૃદય ખડક જેવું મજબૂત અને ઘંટીના પથ્થર જેવું સખત છે. તેને કોઇ ડર નથી.

[25] તે મહાકાય સમુદ્ર પ્રાણી જ્યારે ઊભું થાય છે ત્યારે સૌથી બળવાન પણ તેનાથી ડરી જાય છે. તે જ્યારે તેની પૂંછડી હલાવે છે ત્યારે તેઓ ભાગી જાય છે.

[26] મહાકાય સમુદ્ર પ્રાણીને તરવાર, ભાલો અને અણીદાર શસ્ત્ર મારવામાં આવે તો તે ફેંકાઇને પાછા આવે. તે શસ્ત્રો તેને જરાપણ ઈજા પહોંચાડી શકે તેમ નથી.

[27] તેની આગળ લોખંડ ઘાસ જેવું અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે.

[28] તે તેના પર બાણના મારથી પણ ગભરાતો નથી. પથ્થરની શિલા પણ તેને વાગીને ખરસલા ની જેમ પાછી ફરે છે.

[29] જ્યારે લાકડાની ડાંગો મહાકાય સમુદ્ર પ્રાણીને વાગે છે ત્યારે તેને તો તે સળીનો ટૂકડો હોય તેમ લાગે છે, અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે.

[30] તેના પેટની ચામડી પરનાં ભીંગડાઁ ઠીકરાં જેવાં કઠણ અને ધારદાર હોય છે. તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે.

[31] મહાકાય સમુદ્ર પ્રાણીને ઊકળતા પાણીના ઘડાની જેમ હલાવે છે. ઊકળતા તેલની જેમ તે પરપોટો ઊડાવે છે.

[32] જ્યારે મહાકાય સમુદ્ર પ્રાણી તરે છે ત્યારે તે તેની પાછળ માર્ગ કરી મૂકે છે, તે પાણીને હલાવી નાખે છે. અને પાછળ સફેદ ફીણ મૂકી દે છે.

[33] પૃથ્વી પર બીજું કોઇપણ પ્રાણી તેનાં જેવું નિર્ભય સૃજાયેલુ નથી.

[34] તે સૌથી ગવિર્ષ્ઠ પ્રાણીની પણ ઉપેક્ષા કરે છે. તે સર્વ ગવિર્ષ્ઠ પ્રાણીઓનો રાજા છે. અને મેં યહોવાએ તેનું સર્જન કર્યુ છે.”

અયૂબ — Chapters