Skip to content
Opens in a new window

[1] ત્યારે અયૂબે જવાબ આપ્યો કે,

[2] “આજે પણ મારી વાણીમાં ફરિયાદ અને કડવાશ છે. કારણકે હું હજી પણ પીડા સહન કરું છું.

[3] હું ઇચ્છું છું, હું જાણતો હોત, હું દેવને ક્યાં શોધી શકીશ. હું તેના સ્થાને આવી શકત!

[4] હું મારી દલીલો દેવને સમજાવીશ. મારી નિદોર્ષતા બતાવવા મારું મોઢું દલીલોથી ભરેલું હશે.

[5] મારે જાણવું છે, દેવ મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. મારે દેવના જવાબો સમજવા છે.

[6] શું દેવ તેની શકિતનો મારી સામે ઊપયોગ કરશે? ના, હું જે કઇં કહું તે જરૂર સાંભળશે.

[7] હું એક પ્રામાણિક માણસ છું. દેવ મને મારી દલીલો કહેવા દેશે. પછી મારો ન્યાયાધીશ મને મુકત કરશે.

[8] “પણ હું પૂર્વમાં આગળ વધું છું અને એ ક્યાંય જડતાં નથી. હું પશ્ચિમમાં જોઉં છું અને એ ક્યાંય નજરે પડતા નથી.

[9] જ્યારે દેવ ઉત્તરમાં કામ કરે છે તે ત્યાં દેખાતા નથી. જ્યારે દેવ દક્ષિણ તરફ ફરે છે તે ત્યાં પણ દેખાતા નથી.

[10] પણ દેવ તો જાણે છે કે હું ક્યા માગેર્ જાઉં છું. એ મને કસી જોશે ત્યારે હું સુવર્ણ જેવો શુદ્ધ પુરવાર થવાનો છું.

[11] હું દેવના માગોર્માં રહ્યો છું. તેમને પગલે ચાલ્યો છું. હું આમતેમ ભટકી ગયો નથી.

[12] તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું. હું મારું ધાર્યુ નહિ, એનું ધાર્યું કરૂં છું.

[13] “પરંતુ દેવ બદલાતા નથી. કોઇપણ તેની સામે ઊભું રહી શકતું નથી. દેવ તેને જે કરવું હોય તેજ કરે છે.

[14] તેમણે મારે માટે જે યોજના બનાવી છે તે પ્રમાણે જ તે કરશે. અને તેની પાસે મારે માટે બીજી ઘણી યોજનાઓ છે.

[15] એજ કારણે હું તેમની હાજરીમાં જું છું. જ્યારે હું આ બાબતો વિશે વિચાર કરું છું ત્યારે હું તેનાથી ગભરાઇ જાઉં છું.

[16] દેવે મારું મન નબળું પાડી દીધું છે. એમાં સર્વસમર્થ દેવે ડર પેસાડી દીધો છે.

[17] મારી સાથે બનેલા દુષ્ટ બનાવો મારું મુખ ઢાંકતા કાળા વાદળ જેવા છે. પણ તે અંધકાર મને ચૂપ રહેવા દેશે નહિ.

અયૂબ — Chapters