Skip to content
Opens in a new window

[1] બિન્યામીનનો જયેષ્ઠ પુત્ર બેલા, બીજો આશ્બેલ, ત્રીજો આહરાહ:

[2] ચોથો નોહાહને પાંચમો રાફા હતો.

[3] બેલાને આ પુત્રો હતા: આદ્દાર, ગેરા, એહૂદ,

[4] અબીશૂઆ, નામાન, અહોઆહ;

[5] શફૂફાન અને હૂરામ.

[6] એહૂદના વંશજો ગેબામાં વસતાં કુટુંબોના આગેવાનો હતા. યુદ્વમાં તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવામાં આવ્યા.

[7] તેઓનાં નામ આ પ્રમાણે છે: નામાન, અહિયા, ગેરા (જેણે તેઓને દેશવટો અપાવ્યો), ઉઝઝી અને અહીહૂદનો પિતા હતો.

[8] શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બાઅરાને છૂટાછેડા આપી દીધા, પણ મોઆબ દેશમાં

[9] તેની નવી પત્ની હોદેશથી યોબાબ, સિલ્યા, મેશા, માલ્કામ,

[10] યેઉસ, શાખ્યા અને મિર્માહનો જન્મ થયો. આ તેના પુત્રો તેમના કુટુંબોના આગેવાનો બન્યા.

[11] તેની પત્ની હુશીમથી અબીટુબ અને એલ્પાઆલ થયા હતા.

[12] એલ્પાઆલના પુત્રો: એબેર, મિશઆમ, તથા શેમેદ, જેણે ઓનો તથા લોદ તેમના કસબાઓ સહિત વસાવ્યાં;

[13] તેના બીજા પુત્રો બરીઆહ ને શેમા હતા. તેઓ કુટુંબોના આગેવાનો હતા અને આયાલોનમાં રહેતા હતા. તેઓએ ગાથના રહેવાસીઓને હાંકી કાઢયા.

[14] એલ્પાલનાં પુત્રો: આહ્યો શાશાક અને યેરેમોથ,

[15] બરીઆહના પુત્રો: ઝબાધા, અરાદ, એદેર,

[16] મિખાએલ, યિશ્પાહ અને યોહા.

[17] એલ્પાઆલના પુત્રો હતો: ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર.

[18] યિશ્મરાય, યિઝલીઆહ, અને યોબાબ,

[19] શિમઇના પુત્રો: યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી, અલીએનાય, સિલ્લાથાય, અલીએલ, અદાયા, બરાયા, અને શિમ્રાથ.

[22] શાશાકનાં પુત્રો: યિશ્પાન, એબેર, અલીએલ, આબ્દોન, ઝિખ્રી, હાનાન, હનાન્યા, એલામ, આન્થોથીયા યિફદયા અને પનુએલ.

[26] યરોહામનાં પુત્રો હતો: શામ્શરાય, શર્હાયા,અથાલ્યા, યાઅરેશ્યા, એલિયા અને ઝિખ્રી.

[28] આ બધાં તેમના સમયમાં કુટુંબોના આગેવાનો હતા અને યરૂશાલેમમાં રહેતા હતા.

[29] ગિબયોનના પિતા યેઇએલ ગિબયોનમાં રહેતા હતા.તેમની પત્નીનું નામ માઅખાહ હતું.

[30] તેનાં પુત્રો: જયેષ્ઠ પુત્ર આબ્દોન, સૂર, કીશ બઆલ, નાદાબ,

[31] ગદોર, આહ્યો, ઝેખેર,

[32] અને મિકલોથ જે શિમઆહનો પિતા હતા. આ બધા કુટુંબો યરૂશાલેમમાં પોતાના ભાઇઓ સાથે રહેતા હતા.

[33] નેર કીશના પિતા હતા અને કીશ શાઉલના પિતા હતા. શાઉલનાં પુત્રો: યોનાથાન માલ્કી-શૂઆ, અબીનાદાબ અને એશ્બઆલ.

[34] યોનાથાનનો પુત્ર મરીબ-બઆલ હતો. મરીબ-બઆલનો પુત્ર મીખાહ હતો.

[35] મીખાહના પુત્રો: પીથોન, મેલેખ, તારેઆ અને આહાઝ.

[36] આહાઝ યહોઆદાહના પિતા હતા. યહોઆદાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી, મોસા ઝિમ્રીનો પુત્ર હતો.

[37] મોસા બિનઆનો પૂર્વજ હતો, બિનઆના પુત્રો: રાફાહ, શફાહનો પુત્ર એલઆસાહ, એલઆસાહનો પુત્ર આસેલ.

[38] આસેલના છ પુત્રો હતા; આઝીર્કામ, બોખરૂ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન.

[39] આસેલના ભાઇ એશેકના પુત્રો: જયેષ્ઠ પુત્ર ઉલામ, બીજો યેઉશ ને ત્રીજો અલીફેલેટ.

[40] ઉલામના પુત્રો પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓને ઘણા પુત્રો ને પુત્રોના પુત્રો એટલે 150 જેટલા હતા. એ સર્વ બિન્યામીન વંશજો હતા.

1 કાળવૃત્તાંતનું — Chapters