Skip to content
Opens in a new window

[1] ઇસ્રાએલના પુત્રો આ છે: રૂબેન, શિમોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,

[2] દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.

[3] યહૂદાના પુત્રો: એર, ઓનાન અને શેલાહ, એ ત્રણેની માતા કનાની સ્રી બાથશુઆ હતી. યહૂદાનો જ્યેષ્ઠપુત્ર એરે એવું કર્યું જે યહોવાની નજરમાં અનિષ્ટ હતું અને યહોવાએ તેનું મોત નિપજાવ્યું.

[4] પછી યહૂદાની પુત્રવધૂ તામાર અને યહૂદા પેરેસ તથા ઝેરાહના માતાપિતા બન્યાં. આમ યહૂદાને પાંચ પુત્રો હતા.

[5] પેરેસના પુત્રો: હેસ્રોન અને હામૂલ.

[6] ઝેરાહના પુત્રો: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ અને દાશ; તેઓ બધા થઇને કુલ પાંચ હતા.

[7] કામીર્નો પુત્ર: આખાર કે જે દેવને સમપિર્ત વસ્તુઓની ચોરી કરીને ઇસ્રાએલ પર સંકટ લાવનાર હતો.

[8] એથાનનો પુત્ર: અઝાર્યા હતો.

[9] હેસ્રોનના પુત્રો: યરાહમએલ, રામ અને કલૂબાય.

[10] રામનો પુત્ર આમ્મીનાદાબ હતો અને તેનો પુત્ર નાહશોન હતો, તે યહૂદાનો આગેવાન હતો.

[11] નાહશોનનો પુત્ર સાલ્મા હતો અને તેનો પુત્ર બોઆઝ હતો.

[12] બોઆઝ ઓબેદનો પિતા હતો અને ઓબેદ યશાઈનો પિતા હતો.

[13] યશાઈનો જયેષ્ઠપુત્ર અલીઆબ, બીજો અબીનાદાબ, ત્રીજો શિમઆ;

[14] ચોથો નથાનિયેલ, પાંચમો રાદ્દાય,

[15] છઠ્ઠો ઓસેમ, અને સાતમો દાઉદ;

[16] તેમની બહેનો સરૂયા તથા અબીગાઈલ હતી. સરૂયાના પુત્રો: અબીશાય, યોઆબ તથા અસાહેલ, એ ત્રણ.

[17] અબીગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાના પિતા ઇશ્માએલી યેથેર હતો.

[18] હેસ્રોનના પુત્ર કાલેબ, તેની પત્ની અઝુબાહ દ્વારા થયેલા પુત્ર યરીઓથનો પિતા હતો. તેના પુત્રો આ હતા: યેશેર, શોબાબ તથા આદોર્ન.

[19] અઝુબાહના મૃત્યુ પછી, કાલેબ એફાથને પરણ્યો, જેણે હૂરને જન્મ આપ્યો.

[20] હૂરથી ઉરી અને ઉરીથી બસાલએલ થયો.

[21] પાછળથી 60 વર્ષની વયે હેસ્રોન ગિલયાદના બાપ માખીરની પુત્રીને પરણ્યો અને તેણીને પેટે તેને સગૂબ જનમ્યો.

[22] સગૂબથી યાઈર થયો, યાઈર ગિલયાદનાં 23 શહેરોનો ધણી હતો.

[23] પાછળથી ગશૂર અને અરામના લોકોએ ત્યાંનાં 60 શહેરો જીતી લીધાં; એમાં યાઈરનાં ગામોનો તથા કનાથ અને તેની આસપાસનાં ગામોનો સમાવેશ થતો હતો. એ બધાંમાં ગિલયાદના પિતા માખીરના વંશજો વસતા હતા.

[24] હેસ્ત્રોનના મૃત્યુ પછી કાલેબને તેના પિતા હેસ્ત્રોનની વિધવા એફ્રાથા સાથે જાતિય સંબંધ હતો અને તેનાથી તેણીએ તકોઆના સ્થાપક આશ્શૂરને જન્મ આપ્યો.

[25] હેસ્રોનના જ્યેષ્ઠ પુત્ર યરાહમએલને પાંચ પુત્રો હતા: જ્યેષ્ઠ પુત્ર રામ, પછી બૂનાહ, ઓરેન, ઓઝઝેમ અને અહિયા.

[26] યરાહમએલને અટારાહ નામે બીજી પત્ની હતી, તેનાથી ઓનામ જન્મ્યો હતો.

[27] યરાહમએલના જ્યેષ્ઠ પુત્ર રામના પુત્રો: માઆસ, યામીન અને એકેર.

[28] ઓનામના પુત્રો: શામ્માય અને યાદા. શામ્માયના પુત્રો: નાદાબ અને અબીશૂર. અબીશૂર અબીહાઈલને પરણ્યો હતો.

[29] તેનાથી તેને આહબાન અને મોલીદ જનમ્યાં હતા.

[30] નાદાબના પુત્રો: સેલેદ અને આપ્પાઈમ, સેલેદ નસંતાન અવસાન પામ્યો હતો.

[31] આપ્પાઇમનો પુત્ર: યિશઈ, યિશઇનો પુત્ર શેશાન અને શેશાનનો પુત્ર આહલાય.

[32] શામ્માયના ભાઈ યાદાના પુત્રો: યેથેર અને યોનાથાન, યેથેર નસંતાન અવસાન પામ્યો.

[33] યોનાથાનના પુત્રો: પેલેથ અને ઝાઝા, આ બધા યરાહમએલના વંશજો હતા.

[34] શેશાનને પુત્ર નહોતો, ફકત પુત્રીઓ જ હતી, અને ત્યાં યાર્હા નામે એક મિસરી ચાકર હતો,

[35] તેની સાથે તેણે પોતાની પુત્રીને પરણાવી હતી, અને તેને આત્તાય નામે એક પુત્ર થયો હતો.

[36] આત્તાયનો પુત્ર નાથાન, તેનો પુત્ર ઝાબાદ,

[37] તેનો પુત્ર એફલાલ, તેનો પુત્ર ઓબેદ,

[38] તેનો પુત્ર યેહૂ, તેનો પુત્ર અઝાર્યા,

[39] તેનો પુત્ર હેલેસ, તેનો પુત્ર એલઆસાહ,

[40] તેનો પુત્ર સિસ્માય, તેનો પુત્ર શાલ્લૂમ,

[41] તેનો પુત્ર યકામ્યા અને યકામ્યાનો પુત્ર અલીશામા થયો.

[42] યરાહમએલના ભાઈ કાલેબના પુત્રોમાં આ બધાં હતા: જયેષ્ઠપુત્ર મેશા, જે ઝીફનો પિતા હતો; અને હેબ્રોનના પિતા મારેશાહના પુત્રો.

[43] હેબ્રોનના પુત્રો: કોરાહ, તાપ્પુઆહ, રેકેમ તથા શેમા.

[44] શેમા રાહામનો પિતા અને રાહામ ર્યોકઆમનો પિતા હતો. રેકેમ શામ્માયનો પિતા હતો.

[45] શામ્માયનો પુત્ર માઓન હતો; માઓન બેથસૂરનો પિતા હતો.

[46] કાલેબની ઉપપત્ની એફાહથી થયેલા કાલેબના પુત્રો: હારાન, મોસા, અને ગાઝેઝ તથા હારાનનો એક પુત્ર હતો, તેનઁુ નામ ગાઝેઝ હતું.

[47] યહદાયના પુત્રો: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફાહ તથા શાઆફ.

[48] કાલેબની ઉપપત્ની માઅખાહને પેટે શેબેર તથા તિર્હનાહ થયા.

[49] વળી તેને પેટે માદમાન્નાહનો પિતા શાઆફ, માખ્બેનાનો પિતા શવા તથા ગિબયાના પિતા થયા; કાલેબની પુત્રી આખ્સાહ હતી.

[50] આ બધા કાલેબના વંશજો હતા: એફ્રાથાહથી જન્મેલા હૂરને શોબાલ નામે પુત્ર હતો. તે કિર્યાથયઆરીમનો પિતા હતો.

[51] સાલ્મા, જે બેથલેહેમનો પિતા હતો, અને હારેફ, બેથગાદેરનો પિતા હતો.

[52] કિર્યાથયઆરીમનો પિતા શોબાલને આ પુત્રો હતા: હારોએહ તથા મનુહોથના અર્ધા ભાગના લોકો,

[53] અને કિર્યાથયઆરીમના કુટુંબો: યિથીર્, પૂથી, શુમાથી અને મિશ્રાઈ, સોરઆથી અને એશ્તાઓલીઓ આ લોકોના વંશજ હતા.

[54] સાલ્માના વંશજો હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટોથ, બેથ-યોઆબના લોકો તથા માનાહાથીઓનો અધોર્ ભાગ અને સોરઇઓ હતા.

[55] યાબ્બેસમાં વસતા લહિયાઓનઁા કુટુંબો: તિરઆથીઓ, શિમઆથીઓ અને સૂખાથીઓ. આ સર્વ બેથ રેખાબના કુટુંબના પૂર્વજ હામ્માથથી ઉતરી આવેલા કેનીઓ હતા.

1 કાળવૃત્તાંતનું — Chapters