Skip to content
Opens in a new window

[1] હારુનનાં વંશજોને પણ જૂથોમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. હારુનને પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર.

[2] નાદાબ અને અબીહૂ તેમના પિતા જીવતા હતા એ દરમ્યાન જ નિ:સંતાન મરી ગયા હતા. આથી એલઆઝાર અને ઇથામાર યાજકપદે આવ્યા.

[3] દાઉદે એલઆઝારના વંશજ સાદોક અને ઇથામારના વંશજ અહીમેલેખેની મદદથી હારુનના કુલસમૂહોને તેમની ફરજ પ્રમાણે જૂથોમાં વહેંચી નાખ્યા.

[4] એલઆઝાર વંશજો ઇથામારના વંશજો કરતાં સંખ્યામાં વધારે હતા, આથી એલઆઝારના વંશજોનાં જુદાં-જુદાં કુટુંબના સોળ જૂથ પાડવામાં આવ્યા અને ઇથામારના વંશજોનાં કુટુંબોના આઠ જૂથ પાડવામાં આવ્યાં. અને એ દરેક જૂથનો આગેવાન તે પોતાના કુટુંબનો વડો હતો.

[5] બન્ને, એલઆઝારના વંશજો અને ઈથામારના વંશજોમાં પ્રખ્યાત માણસો મંદિરના અધિકારીઓ હતા. તેથી ચિઠ્ઠીઓ નાખીને જુદા જુદા જૂથોને તેમની ફરજો સોંપવામાં આવી હતી.

[6] નથાનએલનો પુત્ર, લેવી કુલસમૂહનો શમાયા, નોંધણીકાર હતો. આ બધું કામ તે રાજા તથા સાદોક યાજક, અબ્યાથારના પુત્ર અહીમેલેખ તથા યાજકો અને લેવીઓના મુખ્ય આગેવાનોની હાજરીમાં તે કરતો હતો. એલઆઝારના કુંળકુટુંબોએ અને ઇથામારના કુલ કુટુંબોએ ફરજોને વહેંચી લીધી હતી.

[7] પહેલું સમૂહ યહોયારીબનું હતું; બીજુ સમૂહ યદાયાનું હતું;

[8] ત્રીજું સમૂહ હારીમનું હતું; ચોથું સમૂહ સેઓરીમનું હતું;

[9] પાંચમું સમૂહ માલ્કિયાનું હતું; છઠ્ઠું સમૂહ મીયામીનનું હતું;

[10] સાતમું સમૂહ હાક્કોસનું હતું; આઠમું સમૂહ અબિયાનું સમૂહ અલિયાનું હતું;

[11] નવમું સમૂહ યેશૂઆનું હતું; દસમું સમૂહ શખાન્યાનું હતું;

[12] અગિયારમું સમૂહ એલ્યાશીબનું હતું; બારમું સમૂહ યાકીમનું હતું;

[13] તેરમું સમૂહ હુપ્પાહનું હતું; ચૌદમું સમૂહ યેશેબઆબનું હતું;

[14] પંદરમું સમૂહ બિલ્ગાહનું હતું, સોળમું સમૂહ ઇમ્મેરનું હતું;

[15] સત્તરમું સમૂહ હેઝીરનું હતું; અઢારમું સમૂહ હાપ્પિસ્સેસનું હતું;

[16] ઓગણીસમું સમૂહ પથાહ્યાનું હતું; વીસમું સમૂહ યહેઝકેલનું હતું;

[17] એકવીસમું સમૂહ યાખીનનું હતું; બાવીસમુઁ સમૂહ ગામૂલનું હતું;

[18] ત્રેવીસમું સમૂહ દલાયાનું હતું; ચોવીસમું સમૂહ માઆઝયાનીનું હતું.

[19] આ બધાં માણસોને યહોવાના મંદિરમાં જવા માટે અને ઇસ્રાએલના દેવ યહોવાએ જણાવ્યા મૂજબ આ માણસોના વડવા હારુને નક્કી કરેલી ફરજો બજાવવા માટે નીમવામાં આવ્યા હતા.

[20] લેવી કુટુંબના બાકીના વંશજો નીચે મુજબ છે: આમ્રામનો વંશજ શુબાએલ અને શુબાએલનો વંશજ યહદયા;

[21] રહાબ્યાનો વંશજ યિશ્શિયા જે આગેવાન હતો;

[22] યિસ્હારના વંશજ શલોમોથનો વંશજ યાહાથ;

[23] હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ;

[24] ઉઝઝીયેલના વંશજ મીખાહનો પુત્ર શામીર;

[25] મીખાહનો ભાઇ યિશ્શિયા, યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા;

[26] મરારીના વંશજો; માહલી, મૂશી અને તેનો પુત્ર યાઅઝીયાહ,

[27] મરારીના વંશજો વચ્ચે એના પુત્ર યાઅઝીયાના મારફતે: શોહામ, ઝાક્કૂર અને ઇબ્રી.

[28] માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ. એલઆઝારને પુત્ર નહોતો.

[29] કીશનો યરાહમએલ.

[30] મૂશીના પુત્રો: માહલી, એદેર અને યરીમોથ. આ બધા તેમના પૂર્વજોની વંશાવળી પ્રમાણે નોંધેલા લેવીઓના વંશજો હતા.

[31] બરાબર તેમના કુટુંબી હારુનના વંશજોની માફક આ કુટુંબોમાં પણ મોટા અને નાના કુટુંબનો ભેદ રાખ્યા વિના ચિઠ્ઠીઓ ફેંકીને તેમની ફરજો નક્કી કરવામાં આવી હતી. આ બંધુ રાજા દાઉદ, સાદોક, અહીમેલેખ અને યાજકોના આગેવાનોની અને લેવીઓનાં કુટુંબને સાક્ષી રાખીને કરવામાં આવ્યું હતું.

1 કાળવૃત્તાંતનું — Chapters