Skip to content
Opens in a new window

[1] આદમ, શેથ, અનોશ;

[2] કેનાન, માહલાલએલ, યારેદ;

[3] હનોખ, મથૂશેલા, લામેખ; નૂહ.

[4] નૂહના પુત્રો: શેમ, હામ તથા યાફેથ.

[5] યાફેથના પુત્રો: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાશ.

[6] ગોમેરના પુત્રો: આશ્કનાજ, રીફાથ અને તોગાર્માહ.

[7] યાવાનના પુત્રો: એલિશા, તાશીર્શ, કિત્તીમ તથા દોદાનીમ.

[8] હામના પુત્રો: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.

[9] કૂશના પુત્રો: સબાહ, હવીલાહ, સાબ્તાહ, રાઅમાહ તથા સાબ્તેકા. રાઅમાહના પુત્રો: શબા અને દદાન.

[10] કૂશનો બીજો એક પુત્ર નિમ્રોદ હતો જે પૃથ્વી પરનો સૌથી પહેલો શકિતશાળી યોદ્ધો હતો.

[11] મિસરાઈમ આ બધાનો પિતૃ હતો: લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,

[12] પાથરૂસીમ, કાસ્લુહીમ (પલિસ્તી કાસ્લુહીમથી ઉતરી આવ્યાં હતા) અને કાફતોરીમ.

[13] કનાનના પુત્રો: સિદોન જ્યેષ્ઠ પુત્ર અને હેથ.

[14] યબૂસી, અમોરી, ગિર્ગાશી;

[15] હિવ્વી, આકીર્, સીની;

[16] આર્વાદી, સમારી તથા હમાથી.

[17] શેમના પુત્રો: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર, તથા મેશેખ.

[18] આર્પાકશાદથી શેલાહ થયો, ને શેલાહથી એબેર થયો.

[19] એબેરને બે પુત્રો હતા; એકનું નામ પેલેગ હતું, કારણ તેના દિવસોમાં પૃથ્વીના લોકોમાં વિભાજન થયું હતું; એના ભાઈનું નામ યોકટાન

[20] અને તેના પુત્રો હતા: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ;

[21] હદોરામ, ઉઝાલ, દિકલાહ,

[22] એબાલ અબીમાએલ, શબા,

[23] ઓફીર, હવીલાહ અને યોઆબ, આ બધા યોકટાનના વંશજો હતા.

[24] શેમ, આર્ફાકશાદ, શેલાહ,

[25] એબેર, પેલેગ, રેઉ,

[26] સરૂગ, નાહોર, તેરાહ,

[27] ઇબ્રામ (એટલે ઇબ્રાહિમ).

[28] ઇબ્રાહિમના પુત્રો: ઇસહાક અને ઇશ્માએલ.

[29] આ તેઓની વંશાવળી છે: ઇશ્માએલનો: જયેષ્ઠ પુત્ર નબાયોથ, કેદાર, આદબએલ, મિબ્સામ,

[30] મિશ્મા, દૂમાહ, માસ્સા, હદાદ, તેમા,

[31] યટર, નાફીશ અને કેદમાહ. આ ઇશ્માએેલના પુત્રો હતા.

[32] ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાહના પુત્રો: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક અને સૂઆહ થયા.

[33] મિદ્યાનના પુત્રો: એફાહ, એફેર, હનોખ, અબીદા અને એલ્દાઆહ, આ સર્વ કટૂરાહના વંશજો હતા.

[34] ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો. ઇસહાક, એસાવ અને ઇસ્રાએલનો પિતા હતો.

[35] એસાવના પુત્રો: અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરાહ.

[36] અલીફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાજ, તિમ્ના તથા અમાલેક.

[37] રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરાહ, શામ્માહ તથા મિઝઝાહ.

[38] સેઇરના પુત્રો: લોટાન, શોબાલ, સિબયોન, અનાહ, દિશોન, એસેર, તથા દીશાન.

[39] લોટાનના પુત્રો: હોરી અને હોમામ અને લોટાનની બહેન તિમ્ના હતી.

[40] શોબાલના પુત્રો: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના પુત્રો: આયાહ તથા અનાહ.

[41] અનાહનો પુત્ર: દિશોન, દિશોનના પુત્રો: હામ્રાન, એશ્બાન, યિથાન તથા કરાન.

[42] એસેરના પુત્રો: બિલ્હાન, ઝાઅવાન તથા યાઅકાન, દિશાનના પુત્રો: ઉસ તથા આરાન.

[43] ઇસ્રાએલમાં કોઇ પણ રાજાએ રાજ કર્યું તે અગાઉ આ બધાં રાજા હતા; બયોરનો પુત્ર બેલા, જે દીનહાબાહ નગરમાં રહેતો હતો.

[44] બેલા મૃત્યુ પામ્યો પછી બોસ્રાહના વતની ઝેરાહનો પુત્ર યોબાબ રાજા બન્યો.

[45] યોબાબના મૃત્યુ પછી, તેમાનીઓના દેશનો હૂશામ રાજા બન્યો.

[46] હૂશામના મૃત્યુ પછી, બદાદનો પુત્ર હદાદ રાજા બન્યો. હદાદે મોઆબના મેદાનમાં મિદ્યાનીઓને હરાવ્યા; તેના નગરનું નામ અવીથ હતું.

[47] હદાદના મુત્યુ પછી, તેની જગ્યાએ માસ્રેકાહના સામ્લાહે રાજ કર્યુ.

[48] સામ્લાહના મૃત્યુ બાદ, તેની જગ્યાએ નદી પરના રહોબોથના શાઉલે રાજ કર્યુ.

[49] શાઉલના મૃત્યુ પછી, આખ્બોરનો પુત્ર બઆલ-હાના રાજા થયો.

[50] બઆલ-હાનાના મૃત્યુ પછી, પાઇ નગરનો હદાદ રાજા થયો. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાબની પુત્રી માટેદની પુત્રી હતી.

[51] હદાદ મૃત્યુ પામ્યો પછી અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્યાહ, યથેથ,

[52] આહોલીબામાહ, એલાહ, પીનોન,

[53] કનાઝ, તેમાન, મિબ્સાર,

[54] માગ્દીએલ અને ઇરામ. આ બધા અદોમના સરદારો હતા.

1 કાળવૃત્તાંતનું — Chapters