Skip to content
Opens in a new window

[1] દાઉદે બાંધેલા નવા મંડપમાં દેવનો કોશ લાવવામાં આવ્યો અને દેવની સમક્ષ દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યાં.

[2] અર્પણોની વિધિ પૂરી થઇ પછી દાઉદે યહોવાના નામે લોકોને આશીર્વાદ આપ્યા.

[3] પછી તેણે હાજર રહેલી પ્રત્યેક ઇસ્રાએલી વ્યકિતને, સ્ત્રી તથા પુરુષને સમાન રીતે માંસનો કટકો, સૂકી દ્રાક્ષાનો અકેક ઝૂમખો તથા એક એક ભાખરી વહેંચી આપી.

[4] યહોવાના કોશ સમક્ષ સેવા કરવા, યાજક તરીકે ઇસ્રાએલના યહોવા દેવની સેવા કરવા, લોકોને તેના વિષે યાદ દેવડાવવા માટે અને તેની સતત આભારસ્તુતિ કરવા; દાઉદે કેટલાંક લેવીઓને નિમ્યા.

[5] આસાફ આગેવાન હતો અને ઝાંઝ વગાડતો હતો. ઝખાર્યા, યઅઝીએલ, શમીરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલીઆબ, બનાયા, ઓબેદ-આદોમ અને યેઇએલ સિતાર અને વીણા વગાડતા હતા.

[6] યાજકો બનાયા અને યાહઝીએલને યહોવાના દેવના કોશ સમક્ષ આખો વખત ચાંદીનું રણશિંગુ તે સમયે વગાડવાનુ હતું,

[7] જ્યારે દાઉદે આસાફ અને તેના કુટુંબીજનોને યહોવાની સ્તુતિ કરવા માટે લોકોને દોરવા માટે કહ્યું.

[8] યહોવાના નામની ઘોષણા કરો અને તેઓનો ધન્યવાદ માનો. પ્રજાઓ માટેના તેના અદભુત કાર્યોની સ્તુતિ ગાઓ.

[9] એના ગુણ-ગાન ગાઓ, અને તેની સ્તુતિગાન કરો. તેના સર્વ અદભૂત કાર્યો વિષે વાતો કરો.

[10] તમે તેના પવિત્ર નામથી ગવિર્ષ્ઠ થાઓ, તમે યહોવાના ભકતો, આનંદો!

[11] યહોવાને અને તેના સાર્મથ્યને તમે શોધો. સદાસર્વદા તેના મુખને શોધો.

[12] એનાં અનુપમ કાર્યો, એના મુખનાં ન્યાયવચનો અને ચમત્કારને યાદ કરો.

[13] તમે યહોવાના દાસ, ઇસ્રાએલના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો જેને તેમણે પસંદ કર્યા છે.

[14] તે આપણા યહોવા દેવ છે. તેનો ન્યાય સમગ્ર પૃથ્વી પર છે.

[15] જે આજ્ઞા, તેણે હજારો પેઢીઓને આપી હતી, તે કરારને તમે સદાકાળ યાદ રાખજો.

[16] તેણે ઇબ્રાહિમની સાથે જે કરાર કર્યો અને તેણે ઇસહાકને જે વચન આપ્યું.

[17] યાકૂબને માટે એ જ વચન નિયમ તરીકે અને ઇસ્રાએલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.

[18] તેણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ. તે તારી પોતાની જ માલિકીની ભૂમિ બની રહેનાર છે.”

[19] તે સમયે તમે સંખ્યામાં થોડાજ હતા. છેક થોડાંજ, ને પાછા તમે પારકા હતા.

[20] એક દેશથી બીજે, ને એક પ્રજામાંથી બીજી પ્રજામાં તેઓ ભટક્યા કરતા હતા.

[21] છતાઁ યહોવાએ કોઇ અત્યાચાર થવા દીધો નહિ, એમને માટે તેણે રાજાઓને શિક્ષા કરી.

[22] “મારા અભિષિકતોને કોઇ અડશો નહિ, મારા પ્રબોધકોને કોઇ ઉપદ્રવ કરશો નહિ.”

[23] સૌ પૃથ્વીવાસી, યહોવાનાઁ ગુણગાન કરો, દિનપ્રતિદિન સૌ તેના વિજયગાન ગાઓ.

[24] દેશવિદેશમાં લોકો સમક્ષ તેના ગૌરવ અને મહિમાની વાત કરો. એમની અદ્ભૂત પરાક્રમ-ગાથા સંભળાવો.

[25] યહોવા, પરમ સ્તુત્ય ને મહાન છે, એ સર્વ દેવો કરતાં ભયાવહ છે.

[26] સર્વ લોકોના દેવ તો કેવળ મૂર્તિઓ છે! પરંતુ યહોવાએ તો આકાશો બનાવ્યાઁ છે.

[27] યહોવાની આજુબાજુ ઝળહળ પ્રકાશની આભા છે, તેનો આવાસ આનંદથી ભરેલો છે.

[28] તમે બધી પ્રજાઓ, યહોવાના ગૌરવ અને સાર્મથ્ય વિષે બોલો.

[29] યહોવાના નામનું ગૌરવ કરો; તમે તેની સમક્ષ અર્પણ લઇ આવો, તમે શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને તેના ચરણોમાં તમારું માથુ નમાવો.

[30] સમગ્ર પૃથ્વી તેની સમક્ષ થથરે છે, અને એણે સ્થાપિત કરેલું જગ સદા અચલ રહે છે.

[31] ભલે આકાશો આનંદ કરે, ને પૃથ્વી હરખાય. “યહોવા રાજા છે” એવી ઘોષણા ભલે પ્રજાઓમાં થાય.

[32] સમુદ્ર તથા તેમાં જે છે તે ગર્જના કરે છે, ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.

[33] અરણ્યાનાં વૃક્ષો યહોવા સમક્ષ હર્ષનાદ કરશે, કારણકે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે.

[34] યહોવાનો આભાર માનો કારણ કે તે ભલા છે, તેની કૃપા હંમેશ માટે રહે છે.

[35] બોલો, “હે દેવ અમને તારણ કરનાર, તમે અમારો ઉદ્ધાર કરો, બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો. અમે સહુ તમારા પવિત્ર નામનો આભાર માનીશું; અમે તમારી સ્તુતિ ગાવા માટે ગૌરવ લઇશું.”

[36] હે યહોવા, ઇસ્રાએલના દેવ, અનાદિકાળથી તે અનંતકાળ પર્યંત તમે સ્તુત્ય થાઓ. સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાની સ્તુતિ કરી.

[37] ત્યાર પછી દાઉદે યહોવાની સામે કોશની સેવા કરવા માટે આસાફની અને તેના કુટુંબીઓની કાયમ માટે નિમણૂંક કરી.

[38] ઓબેદ-અદોમ જે યદૂથૂનનો પુત્ર હતો તે અને હોસાહને તેઓના અડસઠ સબંધીઓને દ્વારપાળો તરીકે નીમવામાં આવ્યાં.

[39] યાજક સાદોક અને તેના યાજકોના કુટુંબને ગિબયોનની ટેકરી પર આવેલા યહોવાના મંડપની સેવામાં મૂક્યા.

[40] તેમણે યહોવાએ ઇસ્રાએલ માટે ફરમાવેલી સંહિતામાં કહ્યા પ્રમાણે દરરોજ સવારે અને સાંજે યજ્ઞવેદી પર યહોવાને દહનાર્પણ ચઢાવવાનું હતું.

[41] તેમની સાથે તેણે હેમાન અને યદૂથૂનને તેમ જ યહોવાની શાશ્વત કરુણા બદલ તેનાં સ્તવનગાન કરવા માટે ખાસ પસંદ કરેલા બીજા માણસોને મૂક્યા.

[42] એમણે અને યદૂથૂને ચાંદીના રણશિંગડાં, ઝાંઝ અને ભજન સાથે વગાડવાનાં અન્ય વાજિંત્રો દેવ સમક્ષ વગાડવાના હતા. યદૂથૂનના પુત્રોને દ્વારપાળનું કામ સોંપવામા આવ્યું હતું.

[43] પછી બધા સૌ સૌને ઘેર ચાલ્યા ગયા અને દાઉદ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા પાછો આવ્યો.

1 કાળવૃત્તાંતનું — Chapters