[1] દાઉદને હેબ્રોનમાં જે પુત્રો થયા તેમાં યિઝએલી અહીનોઆમથી જન્મેલો આમ્મોન, દાઉદ રાજાનો જયેષ્ઠ પુત્ર હતો. બીજો પુત્ર, કામેર્લની અબીગાઈલથી જન્મેલો દાનિયેલ હતો.
[2] દાઉદનો ત્રીજો પુત્ર, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માઅખાહથી જન્મેલો આબ્શાલોમ હતો. ચોથો, હાગ્ગીથનો પુત્ર અદોનિયા હતો.
[3] પાંચમો, શફાટયા જેની માતા અબીટાલ હતી, અને છઠ્ઠો, યિથઆમ જેની માતા એગ્લાહ હતી.
[4] આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યાં હતા. જયાં દાઉદે સાત વર્ષ અને છ માસ રાજ કર્યુ હતું. યરૂશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યુ હતું
[5] અને ત્યાં તેને આમ્મીએલની પુત્રી બાથ-શૂઆથી જન્મેલા પુત્રો: શિમઆ, સોબાબ, નાથાન અને સુલેમાન.
[6] દાઉદને બીજા નવ પુત્રો હતા: યિબ્હાર, અલીશામા, અલીફેલેટ.
[7] નોગાહ, નેફેગ, યાફીઆ;
[8] અલીશામા, એલ્યાદા અને અલીફેલેટ.
[9] તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ સઘળા દાઉદના પુત્રો હતા; અને તામાર તેઓની બહેન હતી.
[10] સુલેમાનનો પુત્ર રહાબઆમ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ;
[11] તેનો પુત્ર યહોરામ, તેનો પુત્ર અહાઝયા, તેનો પુત્ર યોઆશ;
[12] તેનો પુત્ર અમાસ્યા તેનો પુત્ર અઝાર્યા, તેનો પુત્ર યોથામ;
[13] તેનો પુત્ર આહાઝ, તેનો પુત્ર હિઝિક્યા, તેનો પુત્ર મનાશ્શા;
[14] તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.
[15] યોશિયાના પુત્રો: તેના જયેષ્ઠપુત્ર યોહાનાન; બીજો યહોયાકીમ; ત્રીજો, સિદકિયા; ચોથો, શાલ્લૂમ,
[16] યહોયાકીમના પુત્રો: તેનો પુત્ર યખોન્યા, તેનો પુત્ર સિદકિયા.
[17] બંદીવાન યખોન્યાના પુત્રો: તેનો પુત્ર શઆલ્તીએલ.
[18] માલ્કીરામ, પદાયા, શેનઆસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.
[19] પદાયાના પુત્રો: ઝરુબ્બાબેલ તથા શિમઈ; ઝરુબ્બાબેલના પુત્રો: મશુલ્લામ તથા હનાન્યા; તેઓની બહેન શલોમીથ હતી:
[20] અને હશુબાહ, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબહેસેદ, એ પાંચ ઝરૂબ્બાબેલના બીજા પુત્રો હતા.
[21] હનાન્યાના પુત્રો: પલાટયા અને તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર રફાયા, તેનો પુત્ર આનાન, તેનો પુત્ર ઓબાદ્યા, તેનો પુત્ર શખાન્યા,
[22] શખાન્યાનો વંશજ શમાયા, શમાયાના છ પુત્રો: હાટુશ, યિગઆલ, બારિયા, નઆર્યા, તથા શાફાટ.
[23] નઆર્યાના ત્રણ પુત્રો: એલ્યોએનાય, હિઝિક્યા તથા આઝીકામ.
[24] એલ્યોએનાયના સાત પુત્રો: હોદાવ્યા, એલ્યાશીબ, પલાયા, આક્કૂબ, યોહાનાન, દલાયા તથા અનાની.