Listen to this chapter • 1:04
[1] તે દિવસે તું કહેશે, “હે યહોવાહ હું તમારો આભાર માનીશ. કેમ કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને દિલાસો આપ્યો છે.
[2] જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું તેમના પર ભરોસો રાખીશ અને બીશ નહિ, કેમ કે યહોવાહ, હા, યહોવાહ મારું સામર્થ્ય તથા મારું ગીત છે. તે મારું તારણ થયા છે.”
[3] તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.
[4] તે દિવસે તમે કહેશો, “યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.
[5] યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ.
[6] હે સિયોનના રહેવાસીઓ, જોરથી પોકારો અને આનંદનો પોકાર કરો, કેમ કે ઇઝરાયલના પવિત્ર તમારામાં મહાન મનાય છે.”
યશાયા — Chapters
15:0823:2733:3141:0955:3062:2074:0283:5793:52105:43113:07121:04133:31145:46151:40162:50172:41181:40194:23201:21213:02224:13233:08243:40252:23263:38272:35285:13294:42306:31312:14322:56334:16343:18351:51364:26377:03383:53391:52405:25415:28424:40434:56446:01455:09462:23473:11484:18495:33502:33515:18522:59532:44543:20552:36562:36574:09583:35594:26604:13612:34622:15634:02642:17655:16665:36