[1] બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ,
[2] નોહા તથા રાફા.
[3] બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,
[4] અબીશુઆ, નામાન, અહોઆહ,
[5] ગેરા, શફૂફાન તથા હૂરામ.
[6] આ એહૂદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા, તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવાયા.
[7] નામાન, અહિયા, ગેરા. ગેરાના દીકરાઓ; ઉઝઝા તથા અહિહુદ.
[8] શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા;
[9] તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,
[10] યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.
[11] પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.
[12] એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,
[13] તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.
[14] બરિયાના દીકરાઓ; આહ્યો, શાશાક, યેરેમોથ,
[15] ઝબાદ્યા, અરાદ, એદેર,
[16] મિખાએલ, યિશ્પા તથા યોહા.
[17] એલ્પાલના દીકરાઓ; ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર,
[18] યિશ્મરાય, યિઝલીઆ તથા યોબાબ.
[19] શિમઈના દીકરાઓ; યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી,
[20] અલિએનાય, સિલ્લાથાય, અલીએલ,
[21] અદાયા, બરાયા તથા શિમ્રાથ તે શિમઈના દીકરાઓ.
[22] શાશાકના દીકરાઓ; યિશ્પાન, એબેર, અલીએલ,
[23] આબ્દોન, ઝિખ્રી, હાનાન,
[24] હનાન્યા, એલામ, આન્થોથિયા,
[25] યિફદયા અને પનુએલ એ શાશાકના પુત્રો.
[26] યરોહામના દીકરાઓ; શામ્શરાય, શહાર્યા, અથાલ્યા,
[27] યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી.
[28] આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
[29] ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું.
[30] તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બઆલ, નાદાબ,
[31] ગદોર, આહ્યો તથા ઝેખેર.
[32] યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
[33] નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.
[34] યોનાથાનનો દીકરો મરીબ્બાલ. મરીબ્બાલનો દીકરો મિખા,
[35] મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ.
[36] આહાઝનો દીકરો યહોઆદ્દા. યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા.
[37] મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ.
[38] આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.
[39] આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ.
[40] ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા એકસો પચાસ જેટલી હતી. તેઓ સર્વ બિન્યામીનના વંશજો હતા.