Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:11

[1] દાઉદના દીકરાઓ જે તેનાથી હેબ્રોનમાં જન્મ પામ્યા હતા તેઓ આ છે: પ્રથમજનિત આમ્નોન, અહિનોઆમ યિઝ્રએલીથી; બીજો દાનિયેલ, અબિગાઈલ કાર્મેલીથી;

[2] ત્રીજો આબ્શાલોમ, જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાથી. ચોથો દીકરો, અદોનિયા જે હાગ્ગીથથી હતો.

[3] પાંચમો, શફાટયા જે અબીટાલથી હતો; છઠ્ઠો, યિથ્રામ તેની પત્ની એગ્લાથી.

[4] દાઉદના આ છ દીકરાઓ, હેબ્રોનમાં કે જ્યાં દાઉદે સાત વર્ષ અને છ માસ સુધી રાજ કર્યુ ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યુ.

[5] વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથશેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન.

[6] દાઉદના બીજા નવ દીકરાઓ; ઈબ્હાર, અલિશામા, અલિફેલેટ,

[7] નોગા, નેફેગ, યાફીઆ,

[8] અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.

[9] તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.

[10] સુલેમાનનો દીકરો રહાબામ હતો. રહાબામનો દીકરો અબિયા હતો. અબિયાનો દીકરો આસા હતો. આસાનો દીકરો યહોશાફાટ હતો.

[11] યહોશાફાટનો દીકરો યહોરામ હતો. યોરામનો દીકરો અહાઝયાહ હતો. અહાઝયાહનો દીકરો યોઆશ હતો.

[12] યોઆશનો દીકરો અમાસ્યા હતો. અમાસ્યાનો દીકરો અઝાર્યા હતો. અઝાર્યાનો દીકરો યોથામ હતો.

[13] યોથામનો દીકરો આહાઝ હતો. આહાઝનો દીકરો હિઝકિયા હતો. હિઝકિયાનો દીકરો મનાશ્શા હતો.

[14] મનાશ્શાનો દીકરો આમોન અને આમોનનો દીકરો યોશિયા હતો.

[15] યોશિયાના દીકરાઓ; તેનો જયેષ્ઠ દીકરો યોહાનાન, બીજો દીકરો યહોયાકીમ, ત્રીજો દીકરો સિદકિયા તથા ચોથો દીકરો શાલ્લુમ.

[16] યહોયાકીમનો દીકરો યકોન્યા, તેનો દીકરો સિદકિયા, જે છેલ્લો રાજા હતો.

[17] બંદીવાન યકોન્યાના દીકરાઓ; શાલ્તીએલ,

[18] માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.

[19] પદાયાના દીકરાઓ; ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના દીકરાઓ; મશુલ્લામ તથા હનાન્યા; શલોમીથ તેઓની બહેન હતી;

[20] હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, તેઓ પણ ઝરુબ્બાબેલના બીજા પાંચ દીકરાઓ હતા.

[21] હનાન્યાના વંશજો; પલાટયા તથા યશાયા. રફાયાના દીકરાઓ; આર્નાનના દીકરાઓ, ઓબાદ્યાના દીકરાઓ, શખાન્યાના દીકરાઓ.

[22] શખાન્યાનો દીકરો શમાયા. શમાયાના દીકરાઓ; હાટ્ટુશ, ઈગાલ, બારિયા, નાર્યા તથા શાફાટ.

[23] નાર્યાના ત્રણ દીકરાઓ; એલ્યોએનાય, હિઝકિયા તથા આઝ્રીકામ.

[24] એલ્યોએનાયના સાત દીકરાઓ; હોદાવ્યા, એલ્યાશિબ, પલાયા, આક્કુબ, યોહાનાન, દલાયા તથા અનાની.

1 કાળવૃતાંત — Chapters