Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:35

[1] આદમ, શેથ, અનોશ,

[2] કેનાન, માહલાલેલ, યારેદ;

[3] હનોખ, મથૂશેલાહ, લામેખ,

[4] નૂહ, શેમ, હામ તથા યાફેથ.

[5] યાફેથના દીકરાઓ: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.

[6] ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.

[7] યાવાનના દીકરા: એલીશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.

[8] હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.

[9] કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન.

[10] કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.

[11] મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,

[12] પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.

[13] કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,

[14] યબૂસી, અમોરી, ગિર્ગાશી,

[15] હિવ્વી, આર્કી, સિની,

[16] આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.

[17] શેમના દીકરા: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.

[18] આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.

[19] એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.

[20] યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,

[21] હદોરામ, ઉઝાલ, દિકલાહ,

[22] એબાલ, અબિમાએલ, શેબા,

[23] ઓફીર, હવીલા અને યોબાબ.

[24] શેમ, આર્પાકશાદ, શેલા,

[25] એબેર, પેલેગ, રેઉ,

[26] સરૂગ, નાહોર, તેરાહ,

[27] અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ.

[28] ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.

[29] તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,

[30] મિશમા, દુમા, માસ્સા, હદાદ, તેમા,

[31] યટુર, નાફીશ તથા કેદમા. આ ઇશ્માએલના દીકરાઓ હતા.

[32] ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દેદાન.

[33] મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ.

[34] ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ ઇઝરાયલ હતા.

[35] એસાવના દીકરા: અલિફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા.

[36] અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.

[37] રેઉએલના દીકરા: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા.

[38] સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દિશાન.

[39] લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.

[40] શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના.

[41] અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.

[42] એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.

[43] ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બેઓરનો દીકરો બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું.

[44] બેલા મરણ પામ્યો ત્યારે બોસરાના ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું.

[45] યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.

[46] હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.

[47] હદાદ મરણ પામ્યો ત્યારે માસરેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.

[48] સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.

[49] શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હનાને તેની જગ્યાએ રાજ કર્યું.

[50] બાલ-હનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.

[51] હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ,

[52] ઓહોલીબામાહ, એલા, પીનોન,

[53] કનાઝ, તેમાન, મિબ્સાર,

[54] માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.

1 કાળવૃતાંત — Chapters