[1] “પ્રતિવર્ષ સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. એ દિવસે રણશિંગડાં વગાડવાનો ઉત્સવ ઉજવવો. રોજનું કામ તે દિવસે કરવું નહિ. તે દિવસે તમાંરે સૌએ આનંદના પોકારો કરવા.
[2] તે દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયનાં ખોડખાંપણ વિનાના 7 હલવાન અર્પણ કરવાં. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
[3] તેની સાથે વાછરડા દીઠ 24 વાટકા,
[4] ઘેટા દીઠ 16 વાટકા લોટ અને હલવાન દીઠ 8 વાટકા લોટ તેલમાં મોયીને ખાદ્યાર્પણ માંટે લાવીને ચઢાવવો.
[5] આ ઉપરાંત તમાંરા પોતાના માંટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
[6] અમાંવાસ્યાના દહનાર્પણ તથા દૈનિક યજ્ઞો અને તે સાથેના ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ વિશિષ્ટ અર્પણો છે. એ યહોવાની સુવાસિત આહુતિ છે.
[7] “આ સાતમાં મહિનાના દશમે દિવસે ધર્મ સંમેલન રાખવું, તે દિવસે તમાંરે ઉપવાસ કરવો અને રોજનું કોઈ કામ ન કરવું.
[8] તે દિવસે તમાંરે યહોવા સમક્ષ દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયના સાત નર હલવાનો ખોડખાંપણ વિનાના અર્પણ કરવાં. આની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
[9] તમાંરે વાછરડા સાથે 24 વાટકા તેલમાં ભેળવેલો લોટ અર્પણ કરવો,
[10] પ્રત્યેક ઘેટા દીઠ 16 વાટકા, અને હલવાન દીઠ 8 વાટકા, તેલથી મોયેલો લોટ ચઢાવવો.
[11] વળી પાપાર્થાર્પણ માંટે તમાંરે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે.
[12] “પછી સાતમાં મહિનાના પંદરમે દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. રોજનું કામ કરવું નહિ, અને સાત દિવસ સુધી તમાંરે યહોવાનો ઉત્સવ ઊજવવો.
[13] તે દિવસે યહોવા જેનાથી પ્રસન્ન થાય છે તે અર્પણ કરવું. તમાંરા આ વિશિષ્ટ દહનાર્પણમાં 13 વાછરડા. 2 ઘેટા અને એક વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં 14 નર હલવાન ચઢાવવાં.
[14] એની સાથે ખાદ્યાર્પણમાં વાછરડા દીઠ 24 વાટકા,
[15] ઘેટા દીઠ 16 વાટકા અને હલવાન દીઠ 8 વાટકા તેલથી મોયેલો લોટ ધરાવવો.
[16] તદુપરાંત પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. પ્રતિદિન નિયમિત થતા યજ્ઞો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણ કરવાનું છે.
[17] “બીજે દિવસે 12 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 નર હલવાનો ચઢાવવા.
[18] તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
[19] તદુપરાંત નિયમિત પ્રતિદિન થતા યજ્ઞ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન અને તે સાથેનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં.
[20] “ત્રીજે દિવસે 11 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વિનાના 14 હલવાનો,
[21] તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નકકી કરેલા ધોરણ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
[22] ઉપરાંત, પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.
[23] “ચોથે દિવસે 10 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાનો,
[24] તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
[25] તદુપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ પ્રતિદિન અપાતાં દહનાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.
[26] “પાંચમે દિવસે 9 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાન.
[27] તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા મુજબ યોગ્ય પૂરતા ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
[28] પ્રતિદિન થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન આપવું.
[29] “છઠ્ઠે દિવસે 8 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાન
[30] તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર જરૂરી પૂરતાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
[31] આ બધું પ્રતિદિન નિયમિત થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માંટે એક બકરાનું બલિદાન અર્પણ કરવું.
[32] “સાતમે દિવસે 7 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાન.
[33] તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં.
[34] ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન થતાં ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંતના હશે.
[35] “આઠમાં દિવસે તમાંરા માંટે ખૂબજ વિશિષ્ટ સભાનો દિવસ હશે,
[36] તે દિવસે તમાંરે રોજના કામ ન કરવા. તમાંરે યહોવાને દહનાર્પણો અર્પવા. તેની સુવાસ યહોવાને પ્રસન્ન કરે છે. આ તમાંરા ખાસ દહનાર્પણમાં એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 7 હલવાન હોવા જોઈએ.
[37] તથા તેની સાતે સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
[38] ઉપરાંત તમાંરે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન દહનાર્પણ અને ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.
[39] “તમાંરા ઠરાવેલા વાર્ષિક ઉસ્તવો દરમ્યાન આ અર્પણો ફરજિયાત છે. આ અર્પણો તમાંરી બાધાના પૂર્ણ કરવાના અર્પણો, અથવા ખાસ ભેટના અર્પણો અથવા દહનાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણોની ઉપરાંત અર્પણ કરવાના છે.”
[40] મૂસાએ આ સર્વ સૂચનાઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે ઇસ્રાએલી પ્રજાને કહી સંભળાવી.